Rahul Gandhiના ઘોડાવાળા નિવેદન પર Gujaratના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કટાક્ષ, કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-15 17:21:55

ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં છે.. તે તેમની બોલીની આગવી સ્ટાઈલને કારણે તેમની વાતો, તેમની ચર્ચા થતી રહે છે.. નીતિન પટેલની ચર્ચા હમણાં એટલા માટે થઈ રહી છે કારણ કે તેમણે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીના બે ઘોડા વાળી વાત પર નીતિન પટેલે મહેસાણામાં આયોજીત એક કાર્યક્રમમાં કટાક્ષ કર્યો છે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર તે વીડિયો સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓના આભાર માનવા માટે જે સમારંભનું આયોજન કરવામાં આવ્યું તે વખતનો છે.  

નીતિન પટેલે કટાક્ષ કરતા કહ્યું કે.. 

નીતિન પટેલ અવારનવાર પોતાની બોલવાની આગવી શૈલીને લઈને સમાચારોમાં રહેતા હોય છે . હવે તેમણે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના આભાર વિધિ સમારોહમાં હાજરી આપી હતી , ત્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાતમાં બે ઘોડાવાળા નિવેદન પર કટાક્ષ કર્યો છે.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે , ભાજપ પાસે માત્ર હરિભાઈ જેવા રેસમાં દોડનારા જ ઘોડા છે. કોંગ્રેસ પાસે માત્ર નાચવાના જ ઘોડા છે, જો કોઈને પોતાના લગ્નમાં નાચવાવાળા ઘોડા જોઈતા હોય તો કોંગ્રેસનો સંપર્ક કરવો. આ પ્રકારનો કટાક્ષ કરી નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. 



રાહુલ ગાંધીએ કહ્યું હતું કે... 

નીતિન પટેલે રાહુલ ગાંધીના જે નિવેદન પર કટાક્ષ કર્યો છે તે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે આપ્યું હતું. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં સંગઠનના લોકો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આપણી કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક રેસનો ઘોડો અને બીજો લગનમાં નચાવવાનો ઘોડો. અને હવે કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને જ માત્ર રેસમાં ઉતારશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસમાં નવો જોમ, નવો ઉત્સાહ આવી ગયો હોય તેવું લાગે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?