Gujaratના પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel ફરી એક વખત કાર્યકર્તાઓ પર બગડ્યા! જાહેર મંચ પરથી ટોણો મારતા શું કહ્યું? સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-03-27 12:26:28

ભાજપમાં ચાલતો આંતરિક ડખો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. જાહેર મંચ પરથી નેતાઓ પોતાનો બળાપો કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શાબ્દિક પ્રહારો ભાજપના નેતાઓ ભાજપ પાર્ટી માટે કરી રહ્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત શાબ્દિક પ્રહારો કર્યા છે અને શીખામણ આપનાર નેતાઓને ટોન્ટ માર્યો હોય તેવું લાગે છે...! ગઈકાલે નીતિન પટેલે કહ્યું “જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તમે તે મને સલાહ આપતા.. જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...”  


જાહેર મંચ પરથી નીતિન પટેલે કાર્યકર્તાઓને માર્યો ટોણો!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ચૂંટણી પહેલા રાજકીય માહોલ પણ ગરમાતો હોય છે. અનેક નેતાઓ એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ કાંતો વિવાદ છેડાતો હોય છે કાંતો તેની ચર્ચા થતી હોય છે. જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓ પોતાની પાર્ટીના નેતાઓને ટોન્ટ મારતા પણ દેખાય છે. શાબ્દિક પ્રહારો કરી નેતાઓ પોતાની વેદના ઠાલવતા હોય છે. ત્યારે ગઈકાલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની વેદના ઠાલવી હોય તેવું નિવેદન આપ્યું છે. જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ફરી એક વખત દેખાઈ આવે..! 


"જેના ઘરમાં બૈરૂ પાણી નથી..." - નીતિન પટેલ 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર લોકો, આગેવાનો હાજર રહ્યા હતા. નીતિન પટેલ પણ ત્યાં હાજર હતા. સંબોધન વખતે નીતિન પટેલે કહ્યું કે   “જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તમે તે મને સલાહ આપતા.. જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...” મહત્વનું છે કે અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે.. હાલ ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે... ભાજપમાં ચાલતા આંતરિક ડખા એકબાદ એક ખુલ્લીને સામે આવી રહ્યા છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.