પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલે કેસરિયો ધારણ કર્યો, 2500થી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2024-02-04 15:23:00

દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ તેના 400 પારના મિશનને સિધ્ધ કરવા ભરતી અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં પણ ભાજપે કોંગ્રેસ અને આપના નેતાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરોને જોડવા માટે રીતસર ઓપરેશન લોટસ શરૂ કર્યું લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરી રહી છે. આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે. ખંભાત બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલે થોડા સમય પહેલા જ પક્ષ અને હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.  ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન ચેરમેનો સહિત અંદાજીત 2500 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપની સાથે જોડાયા છે.


ચિરાગ પટેલના કોંગ્રેસ પર પ્રહાર                                                                                                                                  

ભાજપમાં જોડાયા બાદ ચિરાગ ભાજપમાં જોડાતા જ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ચિરાગ પટેલ કહ્યું હતું કે, કોંગ્રેસમાં કાંઈ લેવાનું નથી. કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. જે પાર્ટી રામ મંદિરનો વિરોધ કરે ત્યાં હું ના હોઈ શકું. બીજી બાજુ,  ચિરાગ પટેલને આવકારતા સીઆર પાટીલે કહ્યું કે, દેશ રામ મય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઇએ, ચિરાગ પટેલને અભિનંદન. તેમણે વિકાસ માટેની જ માગ કરી, કોઈ શરત નહીં. વિકાસની વાત કરતાં-કરતાં તેઓ ગળગળા થઈ ગયા. સીઆર પાટીલે આ કાર્યક્રમમાં ચિરાગ પટેલેને વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ મળશે તેવા સંકેત આપ્યા હતા.        



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..