ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને આ રાજકીય નેતાઓ સાથે હતો સંબંધ! જાણો તપાસ દરમિયાન કેટલી મિલકત હોવાનું સામે આવ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-13 13:23:12

નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાની સરકારી જમીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના કેસમાં અંતે તેમની ધરપકડ થોડા સમય પહેલા કરવામાં આવી હતી. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા IAS અધિકારી એસ.કે લાંગાની ગાંધીનગર પોલીસે માઉન્ટ આબુથી ધરપકડ કરી હતી. આ કેસમાં નવો વળાંક આવ્યો છે જે મુજબ લાંગાના રાજકીય સંપર્કો હોવાનું સામે આવ્યું છે. પાંચ દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ ગઈ છે.    



પોલીસે કરી હતી 14 દિવસના રિમાન્ડની માગ 

અનેક સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હોય છે. પોતાના કાર્યકાળ દરમિયાન ગેરરીતિ અપનાવી પોતાને ફાયદો કરી લેતા હોય છે. ત્યારે ભ્રષ્ટાચારના આરોપ સાથે ગાંધીનગરના પૂર્વ કલેક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. માઉન્ટ આબુમાં આવેલા કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા બી.કે. ગઢવીના ફાર્મ હાઉસમાં છૂપાયા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેમની ધરપકડ કરી લીધી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે અને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસે 14 દિવસની રિમાન્ડની માગણી કરી હતી પરંતુ પાંચ દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે. 


એસ.કે.લાંગા વિરૂદ્ધ એકત્રિત કરાઈ રહ્યા છે પુરાવા 

આ મામલે તપાસ કરવા એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. આ મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ મીડિયા સમક્ષ જાણકારી આપી છે. જે મુજબ ફરિયાદ નોંધાયા બાદ અનેક ફાઈલોની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે અનેક ફાઈલોમાં ઘાલમેલ થયા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે નિવૃત્ત થયા બાદ પણ તેમણે અનેક દસ્તાવેજો પર સાઈન કરી છે. બિન ખેડૂતને પણ ખેડૂત તરીકે દર્શાવવામાં આવ્યા છે. સરકારને આર્થિક નુકસાન પહોંચે તેવી રીતે ગેરરીતિ અપવાની છે. ઉલ્લેખનિય છે કે એસ.કે.લાંગાની ધરપકડ કરવા પોલીસ વીજ કંપનીના કર્મીઓ બન્યા હતા. 


એસ.કે.લાંગા પાસે છે આટલી મિલકત 

એસ.કે.લાંગા પાસેથી મળેલી મિલકતની વાત કરીએ તો જૂનાગઢમાં ચાર બંગલો, માતરમાં જમીન, અમદાવાદમાં ફ્લેટ, બંગલો તેમજ જમીન છે. તે ઉપરાંત અમીરાત બિલ્ડડોન કંપનીમાં પાર્ટનરશીપ છે. મહત્વું છે કે લાંગાના પરિવારના સભ્યોનું તેમજ પાર્ટનરોનું નિવેદન લેવામાં આવ્યું હતું. લાંગા વિરૂદ્ધ પુરાવા મળતા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે .    



એસ.કે. લાંગા સામે આરોપ શું છે?

લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના ગાંધીનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીન પાંજરાપોળ માટે હતી તેમ છતાં આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેમજ તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી હતી. તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર આચર્યો હતો. 



ભ્રષ્ટાચારનો કાળો ઈતિહાસ

IAS અધિકારી એસ.કે. લાંગા તેમની લાંબી કારકિર્દી દરમિયાન 6 જિલ્લામાં RAC,DDO અને કલેક્ટરનો હોદ્દો ભોગવી ચૂક્યાં છે. પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને તેમણે ગાંધીનગર અને અગાઉ જ્યાં જ્યાં પણ તેઓના પોસ્ટિંગ રહ્યા ત્યાં તેઓએ અનેક ભ્રષ્ટાચાર આચર્યા હતા. ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?