ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ નથુરામ ગોડસેને લઈ આપ્યું નિવેદન! ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી વિશે કહી આ વાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-08 12:39:27

કેન્દ્ર સરકાર પર અનેક વખત પ્રહાર કરતા રાહુલ ગાંધી દેખાતા હોય છે. એ ભલે ભારત હોય કે પછી વિદેશની ધરતી હોય. પ્રહાર કરવાનો એક મોકો રાહુલ ગાંધી છોડતા નથી. ત્યારે અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. ત્યારે રાહુલ ગાંધી વિશે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ અનેક વાતો કહી છે. પોતાના નિવેદનમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા અલગ વિષય છે, અને જ્યાં સુધી તેમણે ગોડસેને સમજ્યા છે અને વાંચ્યા, તે દેશભક્ત હતા. 


'નથુરામ ગોડસે દેશભક્ત હતા' -ઉત્તરાખંડના પૂર્વ સીએમ  

નથુરામ ગોડસે અને મહાત્મા ગાંધીને લઈ અનેક વખત નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને લઈ નિવેદન આપ્યું છે અને તેમને દેશભક્ત ગણાવ્યા છે. બલિયામાં પાર્ટીના જિલ્લા મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા એક અલગ મુદ્દો છે. જ્યાં સુધી મેં ગોડસે વિશે જાણ્યું અને વાંચ્યું છે તેના પરથી હું કહું છું કે તે પણ દેશભક્ત હતા. જોકે ગાંધીજીની જે હત્યા થઈ તેની સાથે અમે સહમત નથી. તે સિવાય રાહુલ ગાંધીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

રાહુલ ગાંધી વિશે કહી આ વાત!

રાહુલ ગાંધી વિશે વાત કરતા તેમણે કહ્યું કે માત્ર ગાંધી સરનેમ હોવાથી વિચારધારા પણ ગાંધીવાદી ન બની જાય. તેમણે કહ્યું કે 'જનેઉ'ને બહાર લટકાવવાથી તેમની ઓળખ નહીં બદલાય, તેઓ (રાહુલ ગાંધી) માત્ર વાતો કરે છે. રાવતે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ માત્ર ગાંધી સરનેમનો લાભ લઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી પોતાની પાર્ટીની ખરાબ હાલત જોઈને હતાશામાં બોલી રહ્યા છે. તે માનસિક તણાવમાં બોલી રહ્યા છે. જે વ્યક્તિ માનસિક તાણમાંથી પસાર થઈ રહી હોય તેને લોકો સ્વીકારશે નહીં."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?