Gujaratના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં, પરેશ ધાનાણી માટે કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-06 19:04:18

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને પસંદ કર્યા છે. પરંતુ આ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની રહ્યું છે તેવું લાગે છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિવાદ શાંત થવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ વિવાદ શાંત થયો નથી. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે.      

પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ તેમનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, વિવાદ શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનો કોઈ અર્થ રહ્યો નહીં. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા છે. સમર્થનમાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફી આપી દેશે.  



પરેશ ધાનાણી માટે વિજય રૂપાણીએ કહ્યું કે.... 

આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફી આપી દેશે. તો પરેશ ધાનાણીને લઈ ચાલી રહેલી અટકળો મામલે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે પરંતુ એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.  



ભારતીય જનતા પાર્ટીને કોઈ પડકાર નથી - વિજય રૂપાણી

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેમાં બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP સામેલ છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠકનાં ઉમેદવાર જાહેર ન થવા અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા તો કાર્યકર્તા ક્યાંથી મળે? ત્યારે તમામ 26 બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત છે.... મહત્વનું છે કે આ વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...