જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઉમિયાધામ સીદસર


  • Published By :
  • Published Date : 2023-02-04 17:43:33

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને યાદ કરી મૃતકોના પરિવારજનોના આંસુ હજુ સુકાયા નથી. આ ઘટના બાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તે બધા વચ્ચે જયસુખ પટેલના સમર્થનમાં અનેક લોકો તેમજ ધાર્મિક સંસ્થાઓ આવી છે. ઉમિયાધામ સીદસર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓ જયસુખ પટેલનું સમર્થન કરી રહ્યા છે. તે સિવાય ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલીયા તેમના સમર્થનમાં આવ્યા છે.


ભાજપના પૂર્વ ધારાસભ્ય આવ્યા સમર્થનમાં 

મોરબીમાં દિવાળીના સમયે હોનારત સર્જાઈ હતી જેમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો હજી સૂધી આઘાતમાં છે. આ મામલે હાઈકોર્ટમાં સૂનાવણી કરવામાં આવી રહી છે. 10 જેટલા લોકો વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે. જયસુખ પટેલ વિરૂદ્ધ લોકોમાં રોષ છે તો બીજી તરફ તેમના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ જણાવ્યું છે કે હું પણ જયસુખ પટેલને સમર્થન આપું છું. સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા છે.      

 

સમર્થનમાં આવ્યું ઉમિયાધામ સિદસર             

ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત ઉમિયાધામ સિદસર તેમજ અનેક એનજીઓ જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું છે. ગઈકાલથી ઉમિયાધામ સંસ્થાનું લેટરપેડ ફરતું થયું છે. આ પત્રમાં જયસુખ પટેલના સમર્થનમાં હોવાની વાત કરવામાં આવી છે.પત્રમાં લખવામાં આવ્યું હતું કે આપણે સૌ જયસુખભાઈનું સમર્થન કરીએ. ઝૂલતા પુલની ટિકિટથી જયસુખભાઈ કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રુપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. 10-15 રુપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. તે સિવાય અનેક સમાજ પણ તેમના સર્મથનમાં આવ્યા છે.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.