બાયડના કોંગ્રેસના પૂર્વ MLA જશુભાઈ પટેલે રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-11-09 19:51:22

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર તેની ચરમસીમા પર છે. દેશના અન્ય પ્રાંતોના કોંગ્રેસના નેતાઓ પણ રાજસ્થાનમાં કોંગ્રેસનો પ્રચાર કરવા પહોંચ્યા છે. આ દરમિયાન બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. 


જશુભાઈ પટેલે શું કહ્યું?


બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે મીડીયા સાથેની ચર્ચામાં વિવિદાસ્પદ નિવેદન કરતા કહ્યું કે ‘ગુજરાતમાં રઘુ શર્માએ કોંગ્રેસને વેચી નાખી છે. કોંગ્રેસના નેતાઓ રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને મહેન્દ્રસિંહ વાઘેલા સાથે સોદો કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ રૂપિયા લઈને ગુજરાત કોંગ્રેસનો સોદો કરી નાખ્યો હોવાનું તેમણે ચોંકાવનારું નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું વિધાનભાની ચૂંટણી લડી રહેલા રઘુ શર્માને હરાવવા કોંગ્રેસના નેતાઓ  રાજસ્થાન જશે તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનાર રઘુ શર્માને રાજસ્થાનમાં હરાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. તેમને હરાવવા માટે જ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ રાજસ્થાનનો પ્રવાસ કરશે. ઉલ્લેખનિય છે કે ગત જુન માસમાં પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠા ત્યારે ચર્ચામાં આવ્યા હતા.


કોણ છે રઘુ શર્મા?


ઉલ્લેખનિય છે કે રાજસ્થાનના અજમેર જિલ્લાની કેકરી બેઠકના ધારાસભ્ય ડો. રઘુ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે, જેઓ હાલમાં ગુજરાત, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીમાં પાર્ટી બાબતોના AICC પ્રભારી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?