ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતું. કોંગ્રેસે માત્ર 17 સીટો પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસને એક ફટકો પડ્યો છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોડાયા ભાજપમાં
— Jamawat (@Jamawat3) January 30, 2023
કાંતિ સોઢા પરમારે થામ્યો ભાજપનો હાથ
.
.#congress #bjp #politic #gujarat #jamawat #kantiparmar #joinbjp pic.twitter.com/nUaZU6ubXE
જગદીશ ઠાકોરને લખ્યો પત્ર
ગયા મહિને ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું છે. 17 સીટો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસને એકબાદ એક ઝટકા લાગી રહ્યા છે. 18થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે રાજીનામું આપી દીધું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. જગદીશ ઠાકોરને પત્ર લખી રાજીનામાની વાત કરી હતી.