ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા બે યુવકોની ધરપકડ, ભાજપના નેતા સામે કાર્યવાહી ન થતાં ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-05-17 20:23:02

ગીરના જંગલમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહની પજવણી વધી રહી છે, આ પ્રકારની વધતી ઘટનાઓને લઈ વન્યજીવ પ્રેમીઓ પણ ચિંતિંત છે. ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ખીલાવડ ગામના પીઠાગાળા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. સિંહને 2 શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને પથ્થરો ફેંકી પજવણી કર્યાનો વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જો કે આ મામલે વનવિભાગે કાર્યવાહી કરી બે જણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.  


સમગ્ર મામલો શું હતો


ગીર પૂર્વ ડિવિઝન નીચે આવતી જસાધાર રેન્જમાં આવતા ગીર ગઢડા તાલુકાના ખઇલાવડ ગામ નજીક પીઠાગાળા રેવન્યુ વિસ્તારના નામે જાણીતા વિસ્તારનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં રાત્રિના સમયે બે શખ્સો ટોર્ચનો પ્રકાશ ફેંકી સિંહની પજવણી કરતા નજરે પડે છે. એક શખ્સ સિંહ પર પથ્થરો ફેંકતો પણ જોવા મળી રહ્યો છે. સિંહની પજવણીનો આ વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગ દ્વારા વાઈરલ વીડિયોના આધારે વનવિભાગના આર.એફ.ઓ.એલ.બી.ભરવાડની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં ચોક્કસ માહિતીના આધારે આરોપી હરેશભાઇ નાથાભાઇ બાંબા,મધુભાઈ ઘુડાભાઈ જોગદીયા નવાઉગલા ગામેથી દબોચી લીધા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરાતા જૂનાગઢ જેલ હવાલે કરાયા હતા.


ભાજપના નેતા પ્રદીપ ભાખડ સામે કાર્યવાહી ક્યારે?

 

વનવિભાગ દ્વારા ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ વિસ્તારમાં પજવણી કરનારા સામે મોટી કાર્યવાહી કરાઈ છે. જો કે અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ સામે કેમ કોઈ કાર્યવાહી થઈ નથી. વાયરલ વીડિયોમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ દેખાય છે. પર્યાવરણ પ્રેમીઓમાં સવાલ થઈ રહ્યો છે સામાન્ય યુવકો સામે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરાઈ તો રાજકીય નેતાઓ સામે હજુ સુધી કેમ થઈ નથી? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?