વિદેશી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે આ ગુરૂવારે (5 જાન્યુઆરી 2022) ના દિવસે ઘોષણા કરી હતી કે ભારતમાં પોતાની શાખાઓ ખોલવા માટે તમામ વિદેશી યુનિવર્સિટીઝએ માત્ર ઓફલાઈન ક્લાસ સંચાલિત કરવાની મંજુરી આપી છે.
UGC releases draft regulations for setting up of foreign universities campuses in Indiahttps://t.co/UY8axopn9u
— Mamidala Jagadesh Kumar (@mamidala90) January 5, 2023
UGCની મંજુરીની અનિવાર્ય
UGC releases draft regulations for setting up of foreign universities campuses in Indiahttps://t.co/UY8axopn9u
— Mamidala Jagadesh Kumar (@mamidala90) January 5, 2023યુજીસીના ચેરમેને જણાવ્યું કે કોઈ પણ વિદેશી યુનિવર્સિટીઝને મંજુરી વિના ભારતમાં પોતાનું કેમ્પસ ખોલવા દેવામાં આવશે. મંજુરીની શરતો પ્રમાણે શરૂઆતમાં 10 વર્ષ માટે પરવાનગી મળશે. જો કે તે નવમાં વર્ષે ફરી રીન્યુ કરી શકાશે. જો કે ઓનલાઈન ક્લાસ માટે મંજુરી મળશે નહીં. વિદેશી યુનિવર્સિટીઝ માત્ર ફિઝિકલ મોડમાં માત્ર ફુલટાઈમ કોર્સ જ રજુ કરી શકશે. જો કે તે માટે વિદેશી યુનિવર્સિટીએ તેની એન્ટ્રેસ્ટ એક્ઝામની પ્રક્રિયા સ્વતંત્ર રીતે આયોજીત કરવી પડશે. આ યુનિવર્સિટીઝએ તેમના શિક્ષણની ગુણવત્તા પણ મેઈન કેમ્પસ જેટલી જાળવવી પડશે.
ફી માળખું પારદર્શક
વિદેશી યુનિવર્સિટીઝ ફિ સ્ટ્રક્ચર જાતે જ નક્કી કરી શકે છે, પરંતુ યુનિવર્સિટીઝે તેની ફી પારદર્શક અને વ્યાજબી રાખવી પડશે. જો કે ફંડિગ સંબંધીત તમામ કેસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નિપટાવવામાં આવશે.આ અંગેની વધુ માહિતી જાન્યુઆરી 2023ના અંત સુધી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.