ભારતની વિદેશ નીતિ મજબૂતાઈથી અન્ય દેશોમાં ભારતનો પ્રભાવ છોડી રહી છે ત્યારે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જઈ રહ્યા છે.
15-16 ઓક્ટોબરે મિસ્ત્ર પ્રવાસે જશે વિદેશમંત્રી
કેન્દ્રીય વિદેશ મંત્રી અને પૂર્વ રાજદ્વારી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જશે. વર્ષ 2019માં કેન્દ્રીય મંત્રીમંડળમાં એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા ત્યારથી તેમનો આ મિસ્ત્રનો પહેલો પ્રવાસ હશે. મિસ્ત્રની આ તેમની પહેલી દ્વિપક્ષીય બેઠક હશે. આ વિદેશ પ્રવાસમાં તેઓ મિસ્ત્રના સમકક્ષ સાથે અનેક દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
મિસ્ત્રના ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરશે વાત
કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પત્રકાર પરિષદમાં ભારત તરફથી પોતાનો મજબૂતાઈથી પક્ષ રાખતા જોવા મળ્યા છે. તેઓ પોતાની મિસ્ત્ર યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરશે. મિસ્ત્રના ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે અને ભારતમાં આર્થિક રોકાણો કરવા માટે આમંત્રણ આપશે.