ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનાને લઈ દેશમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. ઘટના સર્જાયા બાદ બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. મૃતકોના પરિવારને સહાય ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પીએમ મોદી, રેલવે મંત્રી સહિતના અનેક દિગ્ગ્જ નેતાઓએ આ દુર્ઘટના અંગે શોક પ્રગટ કર્યો છે. આજ સાંજ સુધી પીએમ મોદી ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. તે સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટના સ્થળની મુલાકાત લેવાના છે.
ઓસ્ટ્રેલિયાના મંત્રીએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું!
ભારતના રાજનેતાઓ દ્વારા ઘટનાને લઈ શોક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતના નેતાઓ સિવાય રૂસ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશના નેતાઓએ શોક પ્રગટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ આ ઘટના અંગે દુ:ખ પ્રગટ કરતા કહ્યું કે અને અમે ભારતની સાથે અને રેસ્કયુ કરી રહેલા લોકોની સાથે છીએ. તે સિવાય રૂસના રાજદૂતે પણ આ ઘટનાને લઈ શોક પ્રગટ કર્યો છે. સંવેદનશીલતા દર્શાવી છે.
શ્રીલંકાના વિદેશમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો!
શ્રીલંકાના વિદેશમંત્રીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકો માટે શોક પ્રગટ કર્યો છે. વિદેશમંત્રીએ કહ્યું કે ઘટના અંગે જાણી ઘણું દુખ થયું. ઘટનામાં ઈજાગસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. તે સિવાય નેપાળના વડાપ્રધાને પણ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે આ દુર્ઘટના ત્રણ ટ્રેન વચ્ચે સર્જાઈ હતી.