મુંદ્રા પોર્ટ પરથી DRIએ ઝડપ્યા 17 કરોડની કિંમતના વિદેશી સિગારેટના 850 બોક્સ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:07:26

ગુજરાતનો દરિયા કિનારો નશીલા પદાર્થોંના તસ્કરોમાં જાણીતો બની ગયો છે. ગુજરાતના બંદરો પરથી અવારનવાર ડ્રગ્સ ભરેલા કંટેનર અથવા જહાજ ઝડપાઇ આવે છે. હવે કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ફરી એક વખત કરોડોની વિદેશી સિગારેટો કબજે કરવામાં આવી છે.


વિદેશી સિગારેટના 850 બોક્સ કબજે


મુન્દ્રા પોર્ટ પર DRIએ કન્ટેનરની તપાસ કરતા તેમાંથી “માન્ચેસ્ટર” બ્રાન્ડની વિદેશી સિગારેટના 850 બોક્સ મળી આવ્યા હતા. દરેક બોક્સમાં લગભગ 10 હજાર સિગારેટ ભરેલી હતી. તદનુસાર, રૂ. 17 કરોડની કિંમતની કુલ 85,50,000 વિદેશી બ્રાન્ડેડ સિગારેટ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન અમદાવાદ DRI દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે.કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.  


અગાઉ પણ ઈ સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો હતો


અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ એપ્રિલ મહિના પણ ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે DRIએ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી રૂ.17 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ત્રણ લોકોની પણ ધરપકડ પણ કરવામાં આવી હતી. તો સપ્ટેમ્બર મહિનામાં પણ 50 કરોડની કિંમતની ઇ-સિગારેટની ઝડપવામાં આવી હતી. આ તમામ કાર્યવાહી દેશમાં સિગારેટની દાણચોરીને રોકવા માટે DRIની કામગીરીનો એક ભાગ છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...