ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ત્રણેય પક્ષો પોતાની રીતે સભાઓ ગુંજવી રહી છે, રેલીઓ કરી રહી છે ત્યારે ભાજપની આવતીકાલે ગૌરવ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા હાલ વિવાદનું કેન્દ્ર બની રહી છે.
હાર્દિક પટેલનું નામ રાખીને ફરી હટાવી દેવાયું
આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની ગૌરવ યાત્રા શરૂ થવા જઈ રહી છે. મહેસાણાના બહુચરા વિસ્તારમાં ગુજરાત ગૌરવ યાત્રાનું નૈતૃત્વ પહેલા નીતિન પટેલ અને હાર્દિક પટેલને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ નીતિન પટેલનું નામ નૈતૃત્વમાંથી હટાવી લેવામાં આવ્યું હતું.
આ કારણથી હાર્દિકનું નામ હટાવી લેવાયું
હાર્દિક પટેલ પહેલેથી ઉગ્ર સ્વભાવના અને મન ફાવે તેમ નિવેદન આપતા નેતાઓમાંના એક છે. હાર્દિક પટેલ પર પાટીદાર આંદોલન સમયનો એક કેસ છે. આ કેસમાં તેમને જામીન મળ્યા છે. આ જામીન માટે શરત રાખવામાં આવી હતી કે હાર્દિક પટેલ બહુચરાજી વિસ્તારમાં નહીં આવી શકે. જો હાર્દિક પટેલ આ વિસ્તારની અંદર આવે તો શરત ભંગ થઈ કહેવાય. જો શરત ભંગ થાય તો તેમની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. આથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે.
હાર્દિકનું નામ હટાવી અલગ નેતાઓને જવાબદારી
બહુચરાજી વિસ્તારની ગુજરાત ગૌરવ યાત્રાની જવાબદારી હાર્દિક પટેલને આપીને હટાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ફરી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનું નામ ઉમેરી દેવામાં આવ્યું હતું. કેન્દ્રમાંથી ગુજરાત ગૌરવ યાત્રાનું નૈતૃત્વ પરષોત્તમ રૂપાલા અને દાનવે દાદારાવ કરશે.
બહુચરાજીથી માતાના મઢ સુધીની ગૌરવ યાત્રા
આવતીકાલથી 20 ઓક્ટોબર એટલે કે કુલ આઠ દિવસ સુધી ભાજપ ગૌરવ યાત્રા કરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે ગુજરત ગૌરવ યાત્રાનું દ્વારકા ખાતે પ્રસ્થાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ યાત્રામાં મહેસાણા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠા એમ ચાર જિલ્લાઓને આવરી લેવામાં આવશે.