રખડતા ઢોરને કારણે અનેક ટ્રેનોના અકસ્માત સર્જાઈ રહ્યા છે. રખડતા ઢોરને કારણે વંદે ભારત ટ્રેનના સળંગ બે દિવસ અકસ્માત સર્જાયા હતા. ત્યારે ફરી એક વખત રખડતા પશુને કારણે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનને અકસ્માત નડ્યો છે. આણંદથી નડિયાદ તરફ જતી ટ્રેનનો અકસ્માત થતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા.
વંદે ભારત ટ્રેન બાદ થયો ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત
થોડા સમય પહેલા જ વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેન શરૂ થયાના થોડા દિવસો બાદ જ વંદે ભારતનો એક્સિડન્ટ ભેંસ અને ગાય સાથે થયો છે. ઝડપ સાથે આવી રહેલી ટ્રેનનો અકસ્માત રખડતા ઢોરને કારણે ટ્રેનને નુકસાન થયું છે. ત્યારે આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે. આણંદથી નડિયાદ તરફ જતી વખતે ટ્રેનનો અકસ્માત થયો છે. બે દિવસ સળંગ અકસ્માત થતા લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ત્રીજા દિવસે પણ રખડતા ઢોરને કારણે ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો.
ટ્રેન માટે પણ આફત બન્યા રખડતા પશુઓ
ત્યારે સળંગ ત્રીજા દિવસે ગાયનો ટ્રેન સાથે અકસ્માત થતા રેલવેની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે. આજે વંદે ભારત ટ્રેન નહીં પરંતુ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. હજી સુધી રખડતા ઢોરને કારણે રસ્તા પર અનેક અકસ્માત સર્જાતા રહે છે અને લોકોના જીવ જતા રહે છે. વાહનચાલકો માટે તો રખડતા ઢોર મુશ્કેલી સમાન બની ગયા છે ત્યારે ટ્રેન માટે પણ રખડતા ઢોર આફત બની ગયા છે.