ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે દરેક પાર્ટી દ્વારા જોરશોરથી તેમજ મોટા પાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજા તબક્કામાં બાકી રહેલી 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ત્યારે આજ સાંજ પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસ કરશે.
14 જિલ્લાની બેઠકો માટે યોજાશે મતદાન
ગુજરાતમાં આ વખેત ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાકો પૂર્વે ચૂંટણી પ્રચાર બંધ થઈ કરી દેવો પડે છે. જે અંતર્ગત જાહેર સભા, રોડ શો તેમજ રેલી કાઢી શકાતી નથી. ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પોતાની રીતે તમામ પ્રયાસ કરી રહી છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેમાં 833 ઉમેદવારોના ભાવી નક્કી થવાના છે.