ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ તમામ પાર્ટી રોડ-શો, જનસભા કરી રહ્યા છે. ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની ફોજને પ્રચાર માટે ઉતારી છે. વડાપ્રધાન મોદી ખુદ પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવાસના બંને દિવસો દરમિયાન રોડ-શો યોજ્યો હતો. આ રોડ શો પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.
શક્તિસિંહ ગોહિલે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ
બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. એક પહેલા દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા યોજી હતી. ઉપરાંત બંને દિવસો દરમિયાન તેમણે રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રીના રોડ શોને કારણે અનેક લોકોને હેરાનગતિ થઈ હતી. ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જેના પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે આજે કેમ આપણા વડાપ્રધાન દેશના મુશ્કિલ સમયમાં અહીં રોડ-શો કરી રહ્યા છે? કેમ?
રસ્તા બંધ થવાથી લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી અને બીજી ડિસેમ્બર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન રોડ શો યોજ્યો હતો જેમાં અનેક બેઠકોને આવરી લીધી હતી. ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિયાન તેમણે કોટ વિસ્તારમાં રોડ-શો યોજ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આ રોડ-શો અચાનક નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનના આગમન પહેલા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજા દિવસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.