ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં થશે ધૂળેટીની ઉજવણી, ધારાસભ્યો રમશે ધૂળેટી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-07 12:34:53

સમગ્ર દેશમાં હોળી પર્વની ગઈકાલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર હોળીકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે ધૂળેટીની ઉજવણી બુધવારે કરવામાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. મંગળવારે 182 ધારાસભ્યો વિધાનસભા સત્ર પહેલા ધૂળેટીની ઉજવણી કરશે.


કેસુડાથી ધારાસભ્યો રમશે ધૂળેટી

હાલ વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ધૂળેટી પર્વની ઉજવણી આવતીકાલે થવાની છે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ધારાસભ્યો અને સ્ટાફ હોળીની ઉજવણી કરવાના છે. વિધાનસભા બહાર ધૂળેટી મનાવવામાં આવશે. લોકોમાં પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી ધૂળેટીની ઉજવણી કરે તેવો મેસેજ જાય તે માટે કેસુડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા પરિસરમાં ધૂળેટીનું આયોજન કરવા અધ્યક્ષ પાસે મંજૂરી માગવામાં આવી હતી. જેને લઈ અધ્યક્ષે મંજૂરી આપી દીધી હતી. પરવાનગી મળતા ધૂળેટીને લઈ તૈયારીઓ કરવામાં આવી હતી. ધૂળેટીની ઉજવણી કરવા 100 કિલો જેટલા કેસુડાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તમામ ધારાસભ્યો એક સાથે હોળી રમવાના છે.           



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...