ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાંથી મંગાવેલ ચિત્તાને છોડવામાં આવ્યા છે. તે પૂર્વેની વાત કરીએ તો જયારે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયમાં તેઓએ ૨૦૦૯ માં દેશમાં સૌ પ્રથમ જૂનાગઢ ઝૂ ને ચાર ચિત્તાની ભેટ આપી હતી.
૨૦૦૯ માં દેશમાં સૌ પ્રથમ જૂનાગઢ ઝૂ ને ચાર ચિત્તાની ભેટ આપ્યા બાદ પત્રકારોને સંબોધતા : નરેન્દ્ર મોદી
દેશના એકમાત્ર જૂનાગઢનું નવાબીકાળનું ઝૂ હાલ એશિયાટિક સિંહો માટેનું સૌથી મોટું સેન્ટર છે, ત્યારે સમગ્ર દેશમાં એકપણ ઝૂ કે જંગલમાં ચિત્તા ન હતા ત્યારે જૂનાગઢ ઝૂ ને ચાર ચિત્તા મળ્યા હતા. ૧૯૪૫ માં જૂનાગઢ ઝૂ માં છેલ્લે ચિત્તા જોવા મળ્યા હતા. ત્યાર બાદ ક્યાય ચિત્તા ન હતા. પરંતુ ૨૦૦૯ માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સક્કરબાગ ઝૂ થી ત્રણ સિંહોના બદલામાં સિંગાપોરથી ચાર ચિત્તા મંગાવવામાં આવ્યા હતા.જો કે આ બે જોડીમાંથી અંતિમ માદા ચિતાનું ૨૦૧૪માં મૃત્યુ થયેલુ.
જૂનાગઢ લવાયેલ ચિત્તા ૨૦૧૧ સુધી કેપ્ટિવિટીમાં રહ્યા હતા
ચિત્તાની ફાઇલ તસ્વીર
જુનાગઢ ઝુ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે ભારતમાં એશિયાટિક ચિતાના લુપ્ત થવાની જાહેરાત સત્તાવાર રીતે ૧૯૫૨માં કરવામાં આવી હતી. હાલમાં એશિયાટિક ચિત્તા માત્ર ઈરાનમાં જ જોવા મળે છે ભારતની આઝાદી પહેલા ઘણા રાજ્યોના શાસકોએ ચિત્તાને કેપ્ટિવિટીમાં રાખવામાં આવ્યા હતા તેમાથી જુનાગઢ રાજ્યએ પણ ચિતાને ઘણા વર્ષો સુધી કેપ્ટિવિટીમાં રાખ્યા હતા. વર્ષ ૨૦૦૬ માં સિંગાપોર પ્રાણી સંગ્રહાલયે આફ્લિન ચિત્તાના બદલામાં સક્કરબાગ જુઓલોજીકલ પાર્કમાંથી એશિયાટિક સિંહો મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી, અને ૬૩ વર્ષ બાદ ૨૦૦૯ માં સિંગાપોરથી ચાર ચિત્તા જુનાગઢ ઝુમા લાવવામાં આવ્યા હતા. આ ચારેય ચિતા લગભગ ૧૨ વર્ષની ઉંમરનું આયુષ્ય કેપ્ટિવિટીમાં ભોગવ્યું હતું અને બે વર્ષના સમય ગાળામાં ૨૦૧૧ સુધીમાં ચારેય ચિતાના મૃત્યુ નીપજ્યા હતા.
૨૫ મે ૨૦૦૯ના દિવસે નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ઝૂ ખાતે આવીને બે નર અને બે માદા ચિત્તાને પર્યટકો માટે ડિસ્પ્લેમાં મુક્ત કર્યા હતા. તેઓએ તે સમયે જણાવેલું કે, સમગ્ર વિશ્વમાં એશિયન અને બીજા આફ્રિકન બે પ્રકારના ચિત્તા છે. તેમાં ખાસ ગુજરાતમાં ચિત્તા આવ્યા હતા અને તેની દેખરેખ માટે પહેલીવાર વર્ગ ૩ ના કર્મચારીઓને ખાસ ટ્રેનીંગ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. ૧૯૪૫ માં છેલ્લે જૂનાગઢ ઝૂ માં ચિત્તા હતા.