ઉત્તર ભારતના ત્રણ રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરામાં મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયું હતું. નાગાલેન્ડના પરિણામમાં આ વખતે ઈતિહાસ રચાયો છે. આ રાજ્યમાં પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. દીમાપુર તૃતીય વિધાનસભાથી હેકાની જખાલૂએ જીત નોંધાવી છે. હેકાની એનડીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
184 ઉમેદવારોમાં માત્ર ચાર મહિલા ઉમેદવારો હતા
નાગાલેન્ડ રાજ્યની સ્થાપના 1963માં થઈ. 60 વર્ષના સમયગાળામાં 14મી વખત ચૂંટણી યોજાઈ હતી. મહત્વની વાત એ છે કે આજ સુધી કોઈ મહિલા ઉમેદવાર નથી જીતી. પરંતુ આ વખતે આ પરંપરા તૂટી છે. નાગાલેન્ડમાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો જેટલી જ છે. પરંતુ મહિલાઓને રાજનીતિમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે.
કોણ હતીએ ચાર મહિલા ઉમેદવાર?
દીમાપુર તૃતીય વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવારે હેકાની જાખાલૂએ પોતાની જીત નોંધાવી છે. લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારને 1536 વોટથી માત આપી છે. 60 બેઠકની વિધાનસભા બેઠકો માટે 184 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી માત્ર ચાર મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. જો ચાર મહિલા ઉમેદવારની વાત કરીએ તો હેકાની જાખાલૂ છે જે એનડીપીપીની ઉમેદવાર છે,. બીજી ઉમેદવાર સાલહુટુઆનો ક્રૂસ છે, એ પણ એનડીપીપીની ઉમેદવાર છે. કાહુલી સેમા ભાજપના ઉમેદવાર છે જ્યારે રોજી થોમસન કોંગ્રેસના ઉમેદવાર છે.