ગુજરાતમાં રાજકીય પાર્ટી પોતાના પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 40 પ્રચારકોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પોતાના પ્રચારકોને ગુજરાતમાં મોકલશે અને કોંગ્રેસનો પ્રચાર કરશે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારકોને ગુજરાતના પ્રવાસે મોકલશે. ઓછા સમયમાં વધુ જગ્યાઓ પર પ્રચાર કરી શકે તે માટે આ વખતની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકો માટે ચાર્ટર્ડ પ્લેન તેમજ લક્સુરિયસ પ્લેન મંગાવવામાં આવ્યા છે જેનું એક કલાકનું ભાડું 1.50 લાખ રૂપિયા છે.
રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના પ્રચારકોની ફોજ બહાર પાડી છે. અનેક વખત ભાજપ ચૂંટણી પ્રચારમાં પ્રચાર કરતા વધારે ખર્ચ કરે છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી મતદારોને રિઝવવા પાર્ટીના જાણીતા ચહેરાઓને સામે લાવી રહી છે. જે અંતર્ગત ભાજપના 40 જેટલા સ્યાર પ્રચારક ગુજરાત આવવાના છે અનેક પ્રચાર કરશે. જેમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાનિ, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.કોંગ્રેસના પણ પ્રચારકો ગુજરાત આવશે. આ વખતે સ્ટાર પ્રચારકો માટે જે ચાર્ટર્ડ પ્લેન મંગાવ્યું છે કે જેનું ભાડું લાખોમાં છે. ભાજપે પોતાના પ્રચારકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. જેને ધ્યાનમાં રાખી કમલમ ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જેટ, ટર્બોક્રોપ, 6 ટ્વિન એન્જિન સહિતના અનેક એરક્રાફ્ટ મંગાવવામાં આવ્યા છે. જેનું એક કલાકનું ભાડૂં લાખોમાં હોય છે.
પ્રચાર પાછળ પાર્ટીઓ કરશે અંદાજીત રૂ.100 કરોડથી વધારેનો ખર્ચ
રાજકીય પાર્ટી એક મહિનામાં અંદાજીત 100 કરોડ રૂપિયા ખર્ચવાની છે. અનેક વખત ચૂંટણી પ્રચારમાં ચૂંટણી કરતા વધારે ખર્ચ થતો હોય છે. આ વખતની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકો માટે ચાર્ટર્ડ પ્લેન તેમજ લક્સુરિયસ પ્લેન મંગાવવામાં આવ્યા છે જેનું એક કલાકનું ભાડું 1.50 લાખ રૂપિયા છે. જેટ વિમાનનું એક કલાકનું ભાડું 2 લાખ છે. જ્યારે ટ્વિન એન્જિન ધરાવતા હેલિકોપ્ટર ના ભાડું 3થી 3.75 લાખ પ્રતિ કલાકે ચૂકવવામાં આવશે. ભાજપે પહેલેથી જ પ્રચારકો માટે 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યા છે.