દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. દિલ્હીની ચૂંટણી જીતવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે આ ચૂંટણીમાં 230 સીટ આવાની છે. જ્યારે દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે.
દિલ્હીમાં MCD ચૂંટણીમાં આપ 230 સીટ જીતશે - રાઘવ ચઢ્ઢા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેની સાથે સાથે દિલ્હીમાં MCD ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લાગતા રહે છે. ઉપરાંત પોતાની પાર્ટીને કેટલી સીટો મળશે તે અંગે પણ દાવો કરતા હોય છે. ત્યારે રવિવારે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ દિલ્હીની ચૂંટણીને લઈ દાવો કર્યો કે આ વખતે આમ આદમી પાર્ટીને 250 સીટમાંથી 230 સીટ મળવાની છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે દિલ્હી સરકારની જેમ એમસીડીમાં પણ આમ આદમી પાર્ટીની જીત થશે. 4 ડિસેમ્બરે દિલ્હી વાસીઓ ઝાડુને વોટ આપી ન માત્ર કચરો સાફ કરશે ઉપરાંત ભાજપના નેતાઓમાં રહેલા કચરાને પણ સાફ કરશે.
ભાજપે ચૂંટણીમાં 180 સીટથી વધુ સીટ મેળવવાનો કર્યો દાવો
રાઘવ ચઢ્ઢાની વાત પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે. આપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી કહે છે કંઈક અને કરે છે કંઈક. દિલ્હીમાં એવી એક ગલી નથી જ્યાં ભાજપ નથી પહોંચી. ત્યારે જોવું એ રહ્યું કે એમસીડી ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થાય છે.