ઉંઝામાં નકલી જીરું બનાવાતી ફેક્ટરી પર ફૂડ વિભાગની રેડ, 24 હજાર કિલોનો જથ્થો જપ્ત, પશુઆહાર હોવાનો વેપારીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-12-11 21:33:14

રાજ્યમાં નકલીની મોસમ પૂરબહારમાં ખીલી છે, નકલી ટોલ પ્લાઝા, નકલી સરકારી કચેરી, નકલી પીએ બાદ હવે નકલી જીરાની ફેક્ટરી ઝડપાઇ છે. મહેસાણા ફૂડ વિભાગે ઉંઝાના ગંગાપુરા રોડ પર એક ફેક્ટરીમાંથી નકલી જીરુનો 24 હજાર કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે સફળ રેડ કરી શંકાસ્પદ જીરાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીમાંથી રૂ. 89 લાખની કિંમતનો 24 હજાર કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં હલકી ગુણવત્તાની વરિયાળીમાંથી જીરુ બનાવવામાં આવતું હતું. નકલી જીરૂ બનાવવા માટે વરિયાળી, ભુસુ, ગોળની રસી અને પથ્થરનો ઉપયોગ થતો હતો. 


બાતમીના આધારે રેડ


ઉંઝામાં નકલી જીરું બનાવાતી ફેક્ટરી અંગે વિગતો આપતાં ફૂડ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્સ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો 643 લીટર જથ્થો, “મિક્ષ પાઉડર” નો 258 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. 89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ મામલે ફુડ વિભાગ દ્વારા ગહન તપાસ ચાલી રહી છે.


ફેકટરીના માલિકનો ફૂડ વિભાગ પર આક્ષેપ


જો કે ફેક્ટરી માલિક ફૂડ વિભાગની રેડ જાણે મજાક હોય તેમ આરોપોને ફગાવી દેતા દાવો કર્યો કે આ પશુઆહાર છે. મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકનો દાવો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અધિકારીઓએ ચા -પાણીના પૈસા માંગ્યા હતા પણ આ ભાગ બટાઈમાં કયા વાંધો પડ્યો એટલે તેમણે અમારી ફેક્ટરીમાં રેડ કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?