રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો, 5 ટન અખાદ્ય માવો ઝડપ્યો, 150 કિલો મીઠાઈ અને 60 કિલો વાસી શિખંડનો જથ્થો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-03 20:20:45

દેશ અને રાજ્યમાં તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે લેભાગુ વેપારીઓ ભેળસેળવાળો માવો વેચી રહ્યા છે. લોકોના આરોગ્યની પરવા કર્યા વગર આ લોકો હાનિકારક માવો તથા માવામાંથી બનતી વિવિધ પ્રકારની મિઠાઈઓ વેચી રહ્યા છે. આજે રાજકોટમાં ફૂડ વિભાગ માવાના વેપારીઓની દુકાનોમાં ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અધિકારીઓને મોટી સફળતા મળી હતી. ફૂડ વિભાગના અધિકારીઓએ રાજકોટમાંથી 5 ટન જેટલો અખાદ્ય માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માવાનો જથ્થો મોરબી રૉડ પર આવેલી સીતારામ ડેરાના ફાર્મ હાઉસમાંથી મળી આવ્યો હતો. માનવ આરોગ્ય માટે હાનિકારક એવા આ માવાના જથ્થાનો ઉપયોગ અલગ અલગ પ્રકારની મીઠાઇઓ તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.  


બાતમીના આધારે દરોડો પાડ્યો


રાજકોટમાં આજે ફૂડ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી રોડ ઉપર રાધિકા પાર્કમાં આવેલી સીતારામ ડેરી ફાર્મના ગોડાઉનમાં ફૂડ વિભાગે દરોડો પાડી ગોડાઉનમાંથી સંગ્રહ કરેલ 4500 કિલો નકલી માવો તથા ફરી વખત ઉપયોગ થઈ શકે તેવી વાસી મીઠાઈનો 150 કિલો જથ્થો અને 60 કિલો વાસી શિખંડ સહિતનો 4700 કિલો મીઠાઈનો જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો હતો. તેમજ ગોડાઉનના માલિક અશોકભાઈ પરસોતમભાઈ સંખાવડા વિરુદ્ધ ફૂડ એન્ડ સેફ્ટી નિયમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગ દ્વારા આજ રોજ મોરબી રોડ ઉપર રાજ લક્ષ્મી એવન્યું પાસે રેલવે ફાટકની અંદર બ્રીજ નીચે આવેલ સીતારામ ડેરી ફાર્મના ગોડાઉનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યાંથી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહીત કરેલ મીઠા માવાનું ચેકીંગ કરતા પેકેટ ઉપર એફએસએસએ મુજબના લેબીંગ પ્રોવિઝન મુજબ વિગત દર્શાવેલ ન હતી. તેમજ ઉત્પાદન અંગેની વિગત પણ દર્શાવી ન હતી. આ પેકેટ ખોલતા તેમાં ફૂગનો ગ્રોથ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તમામ પેકેટ વજન 4500 કિલો મીઠોમાવો નકલી હોવાનું સાબિત થતા તેનો સ્થળ પર નાશ કરવામા આવ્યો હતો. ફૂડ વિભાગે ફરી વખત ઉપયોગ કરવા માટે રાખવામાં આવેલ 150 કિલો વાસી ફૂગ રહીત મીઠાઈ તેમજ કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલ વાસી શ્રીખંડ 60 કિલો સહિતનો 47 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર નાશ કરવામા આવ્યો હતો. 


આગામી દિવસોમાં  મીઠાઈની દુકાનો પર તવાઈ


અખાદ્ય માવો ઝડપાયો  તે મામલે રાજકોટ મનપાના ફૂડ ઈન્સ્પેક્ટર હાર્દિક મેતાના જણાવ્યા મુજબ, શહેરની મોટાભાગની ડેરીઓમાં અને મીઠાઈની દુકાનોમાં મોરબી રોડ ઉપર આવેલ મીઠાઈના ગોડાઉનમાંથી જથ્થો સપ્લાય કરવામા આવી રહ્યો છે. તેમાં ડુપ્લીકેટ માવાનો ઉપયોગ થતો હોવાની જાણકારી પ્રાપ્ત થતા આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા રાધિકાપાર્કમાં આવેલ સીતારામ ડેરીના માલીક અશોકભાઈ પરસોતમભાઈ સંખાવડાના ઉત્પાદન સ્થળ અને ગોડાઉનમાં દરોડોપાડવામાં આવ્યો હતો.જ્યાંથી ફૂગ ચડેલી વાસી અખાદ્ય અને ખાવામાં ઉપયોગ ન કરી શકાય તે પ્રકારનો 4500 કિલો મીઠો માવો તથા રિપ્લેસમાં આવેલ અને ફરી વખત ઉપયોગ થઈ શકે તે પ્રકારની વાસી 150 કિલો અલગ અલગ પ્રકારની માવાની મીઠાઈ તેમજ વાસી થઈ ગયેલી 60 કિલો શિખંડના જથ્થા સહિત 4700 કિલો જથ્થો જપ્ત કરવામા આવ્યો હતો. આ મીઠોમાવો શહેરની અલગ-અલગ ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં સપ્લાય કરાતો હોવાનું ખુલતા આગામી દિવસોમાં ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારની ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?