પોતાની અતરંગી ફેશનને લઈ ઉર્ફી જાવેદ હમેંશા ચર્ચામાં રહે છે. પોતાની ફેશનસ્ટાઈલને લઈ સોશિયલ મીડિયા પર તેઓ સુર્ખિયોમાં રહેતી હોય છે. અને ઘણી વખત ટ્રોલ પણ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા બીજેપી નેતા ચીત્રા વાઘએ ઉર્ફી જાવેદ પર અંગ પ્રદર્શન કરવાને લઈને ફરિયાદ દાખલ કરાવી હતી. આ વાતને લઈને ઉર્ફી જાવેદે બીજેપી નેતા પર પલટવાર કર્યો છે અને ચીત્રા વાઘના વિરોધમાં મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
ઉર્ફી જાવેદ પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા વિવાદોમાં અથવા તો ચર્ચામાં રહેતા હોય છે. અનેક વખત પોતાના અજીબો-ગરીબ કપડાંને લઈ ટ્રોલ પણ થતી હોય છે. સોશિયલ મીડિયા પર તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા ચીત્રા વાઘાએ પોલીસ સ્ટેશનમાં ઉર્ફીને લઈને ફરિયાદ કરી હતી. મુંબઈના રસ્તાઓ પર અંગ પ્રદર્શનને લઈને ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ સામે ફરીયાદ કરી હતી.
મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર
આ મામલાને લઈને ઉર્ફી જાવેદે ભાજપના નેતા પર વળતો આરોપ મુક્યો છે. ઉર્ફીએ ચીત્રા વાઘા પર સામાજીક રીતે મારવાની ધમકી આપી હતી. જે બાદ ઉર્ફીની આ ફરિયાદને લઈ મહારાષ્ટ્ર મહિલા આયોગ એક્શનમાં આવી છે. મહિલા આયોગે મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે. ઉર્ફી જાવેદની સુરક્ષાને લઈ પૂરતા બંદોબસ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.