ગુજરાતમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ઠેરઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડી વધવાને કારણે વીઝિબિલીટીમાં ઘટાડો થયો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વધી વાહનચાલકોની મુશ્કેલી
છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી. વાતાવરણ વાદળછાયું અને ધુમ્મસભર્યું થઈ ગયું છે. જેને કારણે વિઝિબ્લીટી એકદમ લો થઈ ગઈ છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને ધીમી સ્પીડમાં વાહન ચલાવાની ફરજ પડી છે. ધુમ્મસને કારણે રાજ્યમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. તે સિવાય વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
બપોર સુધી રહી શકે છે વાદળછાયું વાતાવરણ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બપોર સુધી આવું ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. જે બાદ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતા વાદળો વિખરાઈ જશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે 50 ફૂટ દૂર પણ જોઈ શકાતું ન હતું. જેને કારણે વાહનોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.