ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવો ભારે પડ્યો, અમદાવાદમાં પતંગબાજ સામે સૌપ્રથમ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-01-06 12:15:18

ઉત્તરાયણના તહેવાર અગાઉથી જ ઘાતક ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાવવાનું શરૂ થઈ જાય છે. આ જીવલેણ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ પતંગના શોખીનો તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. જો કે હવે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ અને પતંગબાજો સામે પણ આકરૂ વલણ અપનાવ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્વારા દરોડા પાડવવામાં આવી રહ્યા છે. સૌપ્રથમવાર અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે.  


અમદાવાદના યુવાન સામે ફરિયાદ


અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે  કે,  રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઇ છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.


વડોદરામાં 10 વેપારીઓની ધરપકડ 


ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ સામે ઉત્તરાયણ પહેલા વડોદરા જિલ્લા પોલીસે દરોડા પાડ્યા છે. વડોદરા જિલ્લામાંથી ચાઇનીઝ દોરી વેચતા 10 વેપારીઓની ધરપકડ કરી છે. વેપારીઓ પાસેથી 1.90 લાખની 663 નંગ ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરવામાં આવી છે. સાવલી પોલીસે 1 આરોપી પાસેથી 72 નંગ ચાઇનીઝ દોરીની રીલ, વરણામાં પોલીસે 2 આરોપીઓ પાસેથી 90 નંગ ચાઇનીઝ દોરીની રીલ, ડભોઈ અને SOG પોલીસે 5 આરોપીઓ પાસેથી 456 નંગ ચાઇનીઝ દોરીની રીલ અને મંજુસર પોલીસે 1 આરોપી પાસેથી 15 નંગ ચાઇનીઝ દોરીની રીલ ઝડપી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?