રાજ્યના અનેક વિસ્તારો માટે કરાઈ છે માવઠાની આગાહી! માણાવદર સહિત અનેક જગ્યાઓથી સામે આવ્યા પૂર જેવા દ્રશ્યો! જૂઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-03 08:58:58

રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે જૂનાગઢમાં જાણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અણધાર્યા વરસાદને કારણે નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વાહનો પણ તણાઈ ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર એક રિક્ષા પણ આ પૂરમાં તણાઈ ગઈ જેમાં 10થી વધારે લોકો સવાર હતા. અનેક લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે અનેક લોકો હજી પણ લાપતા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે તાપમાનમાં તો ઘટાડો થઈ રહ્યો છે પરંતુ જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.





માણાવદરમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!

અનેક વખત આપણે જોયું છે કે ચોમાસાની સિઝન દરમિયાન નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ આ વખતે તો ઉનાળામાં વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી જેને કારણે ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. માણાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અણધાર્યા વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વગર ચોમાસે ચોમાસાનો અનુભવ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નિચાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. 


આ જગ્યાઓમાં વરસી શકે છે કમોસમી વરસાદ! 

હવામાન વિભાગે માવઠાને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સાબરકાંઠા, પોરબંદરમાં પણ માવઠું આવવાની સંભાવના છે. આવતી કાલે ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં તેમજ ભાવનગર, અમરેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. પાંચમી મેના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં માવઠું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની સિઝન વગર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો બેહાલ થઈ ગયા છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?