અમદાવાદીઓ સાબરમતી નદીની સહેલગાહની સાથે-સાથે લંચ અને ડિનરની મજા પણ માણી શકશે. દેશના ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજ પાસેથી રિવર ક્રૂઝની શરૂઆત આજે કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ રિવર ક્રૂઝ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે અક્ષર ટ્રાવેલ્સ દ્વારા શરૂ કરાયેલી આ ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરન્ટ 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
લંચ અને ડિનર માટે કેટલો ખર્ચ થશે?
સાબરમતી નદીમાં શરૂ કરવામાં આવેલી અક્ષર રિવર ક્રૂઝ આગામી 10 જુલાઈથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રિવર ક્રૂઝમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000 ભાવ નક્કી કરાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જશે. લગભગ 1.5 કલાક સુધી ક્રુઝની મજા માણી શકાશે. તેમજ સામાજિક પ્રસંગોની પણ ઉજવણી માટે તેને બુક કરી શકાશે.
અમદાવાદ ખાતે @AmdavadAMC અને @SRFDCL દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર 'અક્ષર રિવર ક્રૂઝ'નું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુબારંભ કરી રહ્યો છું. https://t.co/QL0SxmreHA
— Amit Shah (@AmitShah) July 2, 2023
રેસ્ટોરન્ટ ક્રૂઝમાં મળશે આ સુવિધાઓ
અમદાવાદ ખાતે @AmdavadAMC અને @SRFDCL દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર 'અક્ષર રિવર ક્રૂઝ'નું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુબારંભ કરી રહ્યો છું. https://t.co/QL0SxmreHA
— Amit Shah (@AmitShah) July 2, 2023અક્ષર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. રેસ્ટોરન્ટ ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી છે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટમાં જે રીતે ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિત વગેરે સુવિધાઓ હશે. રેસ્ટોરન્ટ ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવ્યાં છે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે તેવું બનાવવામાં આવ્યું છે.