નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બર્ડ હિટને કારણે લાગી આગ! એન્જિનમાં આગ લાગતા કરાયું ઈમરજન્સી લેન્ડિંગ!


  • Published By :
  • Published Date : 2023-04-25 08:59:23

નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટને અકસ્માત નડ્યો છે. સોમવારે વિમાને ઉડાન ભરી હતી પરંતુ થોડી જ વારમાં પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પ્લેન સાથે પક્ષી ભટકાવવાને કારણે વિમાનમાં આગ લાગી હતી અને જે બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનનું ચેકિંગ કરી ફ્લાઈટે ફરી દુબઈ જવા માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર્સની સાથે 159 જેટલા લોકો સવાર હતા,


પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત!

છેલ્લા ઘણા સમયથી વિમાનો ચર્ચામાં રહ્યા છે. ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે નેપાળના કાઠમંડુથી ઉડાન ભરેલી ફ્લાઈટનું આગ લાગવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ફ્લાઈ દુબઈ ફ્લાઈટ 576 સાથે પક્ષી ટકરાઈ ગયું હતું જેને કારણે પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. 159 જેટલા લોકો આ પ્લેનમાં મુસાફરી કરૂ રહ્યા હતા. 


પ્લેને દુબઈ જવા ફરી ભરી લીધી હતી ઉડાન!

આ ઘટનાને લઈ નેપાળના પર્યટન મંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે જે દુબઈના પ્લેનમાં કથિત રીતે આગ લાગી હતી તેને હવે દુબઈ મોકલી દેવામાં આવી છે. આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 જેટલા વિદેશી મુસાફરો સવાર હતા. મળતી માહિતી અનુસાર ફ્લાઈટના એન્જિનમાં સોમવાર રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જે બાદ ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્થિતિ સામાન્ય થતાં ફ્લાઈટે દુબઈ જવા માટે ફરી ઉડાન ભરી લીધી હતી.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે