મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાની પળેપળની અપડેટ: 134 લોકોના મોત, અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ


  • Published By :
  • Published Date : 2022-10-31 17:12:59

આજની રાત મોરબી શહેર અને ગુજરાત સુઈ નથી શક્યા, નવો સૂરજ ઉગ્યો છે પરંતુ ગુજરાતમાં તો દિવસ કાળોને કાળો લાગી રહ્યો છે. આજની આ સવાર ગુજરાતમાં કોઈને નહીં ગમે. સૂરજ ઉગ્યો છે તો ખરો પણ, અંધારા સાથે. મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 134 લોકોના મોત થયા છે અને આંકડો વધી જ રહ્યો છે. 

સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે


મોરબીમાં દુર્ઘટના થઈ છે અને પ્રધાનમંત્રી ટોપી પહેરીને ફરે છેઃ પવન ખેરા

દેશના પ્રધાનમંત્રીની જન્મ અને કર્મભૂમિ છે તેમના કાર્યક્રમ ચાલુ છે અફસોસ થાય છે દિલમાં દર્દ બધાને છે. પત્રકારોને છે, દેશના સામાન્ય લોકોને  છે, પરંતુ જે ગુજરાતે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચાડ્યા તે આજે તે જ ગુજરાતમાં આવીને માફ કરજો પણ હેટ લગાવીને કાર્યક્રમ કરી રહ્યા છે. જોવાતું નથી અમારાથી, ફરિયાદ થથઈ છે પણ તેમાં કોઈ મંત્રી કે અધિકારીનું નામ નથી. અજંતા ટ્રસ્ટને મેઈન્ટેઈનેન્સ લેવાનો નિર્ણય કોનો હતો, તેનો જવાબ આવવો જોઈએ, શું રિબન કાપવાની જલ્દબાજીમાં પુલ ખોલી દેવામાં આવ્યો હતો, 12-17 રૂપિયાની ટિકિટમાં પુલ ખોલ્યો, અને આવી દુર્ઘટના ઘટે છે તેનો જવાબદાર કોણ છે. હું પૂછવા માગું છું કે માણસના જીવનની કોઈ કિંમત છે કે નહીં. 


મારા મનને મનાવીને અહીં આવ્યો છુંઃ પ્રધાનમંત્રી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. બનાસકાંઠના વિસ્તારોને પાણીદાર બનાવવાના પ્રોજેક્ટ મામલે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સવારે વડોદરામાં અને બપોરે બનાસકાંઠાની રેલીમાં મોરબીની દુર્ઘટનાને યાદ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છું. પ્રધાનમંત્રીએ બનાસકાંઠામાં સંબોધનમાં દરમિયાન કહ્યું હતું કે હું મારા મનને મનાવીને અહીં આવ્યો છું. 


134માંથી મોરબીના 107 લોકો

અત્યાર સુધીમાં મોરબી દુર્ઘટનામાં 134 લોકોના મોત થયા છે. જેમાંથી 107 લોકો મોરબી શહેરના છે બાકી અન્ય 27 મૃતકો મોરબી શહેર સિવાયના વિસ્તારના છે. તેઓ અહીં ફરવા આવ્યા હતા કારણ કે મોરબીના ઝુલતા પુલને મોરબીની શાન માનવામાં આવે છે. જેથી મોટા ભાગના લોકો જ્યારે મોરબી આવતા હોય છે ત્યારે ઝુલતા પુલ પર પણ જતા હોય છે. પુલ પર ક્ષમતાથી વધુ લોકો પહોંચી ગયા હતા અને તેના કારણે પુલ તૂટી ગયો હતો જેમાં 134 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં 56 જેટલા બાળકોના મોત થયા છે જ્યારે અન્ય લોકોના મોત થયા છે તે તમામ લોકો પુખ્ત વયના છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબી પહોંચશે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોર પછી મોરબી મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી મોદી ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે અને મૃતકોના પરિજનોને મળીને સાંત્વના પાઠવશે. ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સમાચાર આપવામાં આવ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. હાલ તેઓ ગુજરાત પ્રવાસે છે.


પોલીસે ફરિયાદ નોંધી, પણ નામ વગર

મોરબી પુલ કરૂણાંતિકા મામલે પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં કલમ 304, 308 અને 114 કલમોના આધારે ફરિયાદ થઇ છે. આ એફઆઇઆરમાં બ્રિજનું સંચાલન કરનાર એજન્સી અને અન્ય લોકો સામે નામ વગર બેદરકારી અને નિષ્કાળજીનો ઉલ્લેખ કરાયો છે. મોરબીમાં ગતસાંજે ઝૂલતો પુલ તૂટી પડતા લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં મૃત્યુઆંક 132 પર પહોંચી ગયો છે. આ ફરિયાદમાં કંપનીન ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા

ગઈકાલે રાત્રે મોરબી દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા અને મોરબી પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિતિ રચવા મામલે જાહેરાત કરી દીધી હતી. આજે સવારે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું ત્યાર બાદ તેઓ સ્વયં ગૃહ રાજ્ય મંત્રી સાથે રેસ્ક્યુ બોટ મારફત મચ્છુ નદીમાં NDRF દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઓપરેશન સ્થળે પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ રેસ્ક્યુ ટીમના વડા સાથે વાતચીત કરીને વધુ વિગતો મેળવી હતી. 


ભાજપે જવાબદારી સ્વિકારવાની જગ્યાએ ઢોળવાનું પસંદ કર્યું

ગજબ છે યાર ભાજપનું આઈટી સેલ આટલી કરુણ ઘટના પર આવી પ્રતિક્રિયાઓ કેમ આપી શકે. ગુજરાતના 130થી વધુ લોકોના મોત થયા છે. કમ સે કમ આ દુર્ઘટના મામલે તો પોતાની કલા કૌશલ્યતા ના દેખાડે. સોશિયલ મીડિયા પર એક ફોટો સતત વાયરલ થઈ રહ્યો છે જે મામલે સોશિયલ મીડિયા પર પંકજ શુક્લા નામના વ્યક્તિએ એક ટ્વીટ કરી છે. ગુજરાત ભાજપના IT સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી આક્ષેપની રાજનીતિ શરૂ કરી છે. સરકારની જવાબદારી હોય છે, લોકોએ તેમને ચૂંટીને વિધાનસભા ગૃહ મોકલ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જવાબદારી સ્વિકારવાની જગ્યાએ ભાજપનું આઈટી સેલ વિચારી રહ્યું છે કે જવાબદારી બીજા પર કેવી રીતે ઢોળી શકાય. અંતે સોશિયલ મીડિયામાં પ્રશંસાની જગ્યાએ ડોક્ટર સાહેબની ફજેતી થતાં તેમણે ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.


આવતીકાલે તપાસ બાદ જવાબદારોનું લિસ્ટ સોંપી દેવામાં આવશે

મોરબી ખાતે ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે જે અધિકારીઓને સમિતિ બનાવીને ઘટનાસ્થળે નિરીક્ષણની જવાબદારી આપી છે તે અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી બાદ મોરબી દુર્ઘટનાના જવાબદારોની ભૂમિકા નક્કી કરી રિપોર્ટ આપશે. આવતીકાલે જેટલા પણ લોકો જવાબદાર છે તેમની ભૂમિકાની માહિતીની લિસ્ટ સોંપી દેવામાં આવશે, સ્થાનિક સમાચારોની માનીએ તો લિસ્ટમાં 150થી વધુ લોકોના નામ સામે આવી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. 


હર્ષ સંઘવી ઘટના સ્થળેથી તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી કલેક્ટર કાર્યાલયથી સમગ્ર બાબત પર નજર રાખી રહ્યા છે. ત્યારે આજના દિવસે વીરપુુરના જલારામબાપાની પણ જયંતીના કાર્યક્રમો રખાયા હતા તે આ દુર્ઘટનાના કારણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસ મથકમાં સાપરાધ માનવ વધની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં બી ડિવિઝનના પોલીસ અધિકારી ફરિયાદી બન્યા છે. મોરબીના ઝુલતા પુલના મેનેજમેન્ટ અને મેઈન્ટેઈનન્સ કરનાર ઓરેવા કંપની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીને મોરબી દુર્ઘટનાનો રેસ્ક્યૂ રિપોર્ટ સોંપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોરબી કલેક્ટર કચેરી ખાતે હાઈલેવલની બેઠક યોજાઈ હતી. ભાજપના પેજ સમિતિના કાર્યક્રમો અને કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાના કાર્યક્રમો પણ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. 


મોરબીના જાલિયા દેવાણી ગામના સાત લોકોના મોત

શહેરની ગઈકાલની ગોઝારી દુર્ઘટનામાં ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી ગામના એક પરિવારના પાંચ બાળકો સહિત તે ગામમાં કુલ સાત લોકોનાં મૃત્યુ થઈ ગયા છે. મોરબી, ગુજરાત સહિત દેશ પણ અત્યારે શોકમાં છે કારણ કે ગુજરાતમાં આવી કારમી દુર્ઘટના સર્જાઈ છે. જાલિયા દેવાણી એક નાનકડું ગામ છે જ્યાંના લોકો ગઈકાલે મોરબી ગયા હતા. મોરબીમાં તેઓ ઝુલતા પુલ પર હર્ષોલ્લાસ સાથે ફરી રહ્યા હતા અને અચાનક બ્રિજ તૂટી પડે છે અને બ્રિજ નીચેથી પસાર થતી મચ્છુ નદીમાં જાલિયા દેવાણી ગામના સાત લોકો સમાઈ ગયા હતા.


હું ભલે કેવડિયા છું, પણ મારું મન મોરબીમાં છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આજે નર્મદાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવાર માટે સંવેદના દાખવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હું અત્યારે ભલે કેવડિયા કોલોની ખાતે છું પણ મારું મન મોરબીમાં છે. મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે છે અને તમામ કામગીરી પર નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ બચાવ કામગીરી માટે સહાય કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેવડિયા કોલોની ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો હતા. મોરબીની દુર્ઘટનાના કારણે આ કાર્યક્રમો રદ કરી દેવાના આદેશ આપી દેવાયા છે. 


બચાવ કામગીરીની પળેપળની અપડેટ

અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે અંતર્ગત જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો છે. યોગ્ય કામગીરી ન કર્યાનો પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે કંપની પર મેઈન્ટેઈનેન્સની જવાબદારી હતી તેના પર કલમ 308, 304 અને કલમ 114 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. 177 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે જેમાં 141 લોકોના મોત થઈ ગયા છે. સારવારની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને બચાવ કામગીરી પણ આર્મી, ગરુડ કમાન્ડો, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના આસપાસના 4 જિલ્લાના એકમોમાંથી મદદ લેવાઈ રહી છે. તંત્ર તરફથી મળતી માહિતી મુજબ બચાવ કામગીરી હાલ અંતિમ ચરણ પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી જિલ્લા કલેક્ટરના કાર્યાલયથી તમામ ઘટના પર નજર રાખીને બેઠા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે તમામ કામગીરી માટે માર્ગદર્શન કરી રહ્યા છે. મોરબીના સ્મશાન ગૃહોમાં પણ ભીડ ઉમટી પડી છે. અંતિમ ક્રિયાઓ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે કારણ કે મોરબીમાં આજે ગોજારી ઘટના ઘટી છે. મૃતકોના પરિજનો શોકમાં છે, ઈજાગ્રસ્તોના પરિજનો હોસ્પિટલમાં બેઠા છે. હોસ્પિટલ પર પણ લોકોની ભીડ ઉમટી છે. સેવાભાવી લોકોના કાફલાઓ મોરબીમાં સેવા આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સવારે સાડા નવ વાગ્યાના સમયમાં 140 જેટલા ડોક્ટર સારવાર આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ડોક્ટરો પણ ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપી રહ્યા છે.


ક્ષમતાથી 4 ગણા લોકોને પુલ પર જવા દેવાયા 

મોરબી દુર્ઘટના મામલે નવો ખુલાસો સામે આવી રહ્યો છે કે બ્રિજ પર જવા માટે 675 લોકોને ટિકિટ આપવામાં આવી હતી. 30 રૂપિયાની આ ટિકિટ હતી. 100 લોકોની ક્ષમતાવાળા બ્રિજ પર આટલા લોકોને જવા દેવાની પરવાનગી કોણે આપી? શું ટિકિટ કાઉન્ટર પર ટિકિટ આપવાવાળા લોકો આ ઘટનાથી પરિચિત ના હતા? આના માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં જે નજર રાખી શકે કે બ્રિજ પર ક્ષમતાથી વધારે લોકો જવા દેવામાં ના આવે. મોરબીના ઝુલતા પુલ પર તેની ક્ષમતાથી ચાર ગણા વધારે એટલે કે 675 લોકોને ટિકિટ આપી દેવામાં આવી અને આવી દુર્ઘટના સર્જાઈ, જવાબદાર કોણ? અંદાજે એક સાથે 500 લોકો મોતના ઝુલા પર ઝુલો ઝુલતા હતા ત્યારે કોઈ ધ્યાન કેમ નહોતું રખાયું? 


ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા

ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવારે પત્રકાર પરિષદ યોજીને અત્યાર સુધીની તમામ અપડેટ આપી હતી કે, આ ઘટનામાં રાત્રેથી જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. નાગરિકોને હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં નહીં પરંતુ શહેરની જેટલી પણ હોસ્પિટલ હતી તેમાં તાત્કાલિક સારવાર મળે તેવી સુવિધા કરવામાં આવી હતી. નજીકના જિલ્લાના કલેક્ટરો અને રાજકોટ કલેક્ટરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક વ્યવસ્થા માટે સૂચના આપી દીધી હતી.  મોડી રાત્રે મુખ્યમંત્રીએ તપાસ માટે કમિટીનું ગઠન કર્યું છે. પૂરી રાત બચાવ કામગીરી ચાલી રહી હતી. ઘટનાની પંદર મિનિટની અંદર જ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં લાગી ગઈ હતી. આર્મીની ટીમ, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત 200થી વધુ લોકો વિવિધ એકમો સાથે  કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ 2 લોકો ગાયબ છે.


મોરબીની શાન ગણાતો ઝુલતો પુલ તૂટ્યો, 141 લોકોના મોત 

રવિવારના રજાના દિવસોમાં લોકો પોતાના પરિવાર સાથે ફરવા માટે નીકળતા હોય છે. મોરબીમાં પણ લોકો પોતાના પરિવાર સાથે ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા પરંતુ તે લોકોને શું ખબર હશે કે આ તેમની છેલ્લી ઘડી હશે? સાંજના સમયમાં બ્રિજ તૂટે છે અને અનેક લોકો બ્રિજથી સીધા મચ્છુ નદીમાં ખાબકે છે. અનેક લોકો લટકીને પોતાનો જીવ બચાવવામાં સફળ થઈ જાય છે જ્યારે અનેક લોકો પડ્યા બાદ ઈજાગ્રસ્ત થઈ જાય છે. સવારે 7 વાગ્યામાં મળતી માહિતી મુજબ 134 લોકોના મોત થઈ ગયા છે. આ આંકડા સરકારી આંકડા છે આથી મોત આનાથી વધારે જ હશે. જો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે જેમ જેમ માહિતી મળતી રહેશે તેમ તેઓ પત્રકાર પરિષદ સંબોધીને લોકોને જાણ કરતા રહેશે.  







ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?