કચ્છ ભારતની સરહદ વિસ્તારનો જિલ્લો છે જ્યાંથી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય વસ્તુઓ દેશમાં ઘુસતી હોય છે. પાકિસ્તાન પણ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતી હોય છે જેથી કચ્છની સરહદનો વિસ્તાર સંવેદનશીલ હોય છે. ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કચ્છના ગાંધીધામમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી પકડી પાડ્યું છે.
બાતમીના આધારે કંપની પર પાડી રેડ
પોલીસે ગાંધીધામ તાલુકાના GIDCની નર્મદરાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના માલિક રાજેશ કન્સલને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે અહીં કોઈ ગરબડ ચાલી રહી છે. તેના આધારે પોલીસે કાફલા સાથે રેડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી.
કોઈ પણ સેફ્ટી વગર થઈ રહી હતી કામગીરી
નર્મદારાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જ્વલનશીલ પ્રવાહીનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે તેનો સંગ્રહ અને વેપાર કરવામાં આવી રહ્યો હતો. કંપની પાસે કોઈ એનઓસી અને લાયસન્સ પણ નહોતા. કંપનીમાં કર્મચારીઓ કોઈ પણ સેફ્ટી વગર કામગીરી કરી રહ્યા હતા.
પોલીસે શું કાર્યવાહી કરી?
ગાંધીધામ પોલીસે 92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેમાં નાઈજીરિયા સોયા લેશેથીન, મસ્ટર્ડ ઓઈલ, સોયા સોપ સ્ટોક અને એક વાહન સહિત 92 લાખ 2 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.