એસ ટી ના ફિક્સ પગાર કર્મચારીએ જમાવટને પત્ર લખી ઠાલવી હૈયાવરાળ, ફિક્સ પેના કર્મીઓ સાથે હડહડતો અન્યાય કેમ?


  • Published By :
  • Published Date : 2023-10-30 14:38:51

રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગો માટે ફિક્સ પગારકર્મીઓની ભરતી કરી છે. રાજ્ય સરકારની આ નિતીના કારણે કર્મચારીઓમાં જબરદસ્ત અસંતોષ જોવા મળી રહ્યો છે. કાળઝાળ મોંઘવારીના આ સમયમાં ફિક્સ વેતન કર્મચારીઓ ટુંકા પગારમાં કઈ રીતે તેમના પરિવારનું ભરણપોષણ કરી શકે? સરકારના તમામ વિભાગોની જેમ એસટી કર્મીઓમાં ભારોભાર અસંતોષ છે. સરકાર અને એસ ટી યુનિયન સાથે મળીને જે સેટલમેન્ટ થયું છે તેને લઈને પણ ફિક્સ વેતનકર્મીઓએ તેમનો અસંતોષ બુલંદ અવાજે ઉઠાવ્યો છે. સરકાર દ્વારા કરાયેલ જાહેરાતને કર્મચારીઓએ લોલીપોપ સમાન ગણાવી હતી. રાજ્યના વિવિધ શહેરોના એસટી ડેપો ખાતે ફિક્સ પે ના કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક એસ ટી કર્મીએ જમાવટને પત્ર લખીને તેમની વેદના ઠાલવી હતી જે ખરેખર હચમચાવી દેનારી છે.


ફિક્સ પે કર્મીઓને અન્યાય કેમ?


રાજ્ય સરકારે ફિક્સ પગાર કર્મચારીઓને પગાર વધારો કરીને 18,500 માંથી  19,950 આપવાની જાહેરાત કરી છે. જ્યારે 18/10/23 ના રોજ રાજ્ય સરકારે રાજ્યના ક્લાસ 3 ના કર્મીઓને 30% વધારીને 26000 આપવા જણાવેલ છે તેમજ અન્ય રાજ્ય હસ્તકના નિગમ/બોર્ડ ને પણ ફિકસ પગાર 26000 વધારો મંજૂર કરેલ છે પણ એસ ટી ના ફિક્સ પગાર કર્મીઓ ને 19,950 આપવાનું જાણવા મળેલ છે જે અન્ય કર્મીઓ સાથેની તુલનામાં ખૂબ જ અન્યાયકારી નિર્ણય કહીં શકાય. જો બધા નિગમ બોર્ડમાં કર્મીઓનો પગાર વધી શકતો હોય તો એસ ટી ના ફિક્સ કર્મીઓ નો કેમ નહિ? દર વખતે સરકાર એસટી કર્મીઓને અન્ય કર્મીઓની તુલનામાં ઓછો જ પગાર આપે છે. રાજ્ય સરકાર ના એવા તો કયા કાયદા છે જેના અંતર્ગત એસ ટી ના જ કર્મીઓ ને ઓછો પગાર આપે છે? એસ.ટી.નિગમ ના કર્મચારીઓ રાત દિવસ , કાતિલ ઠંડીમાં અસહ્ય તડકા માં, મુશળધાર વરસાદ માં ના કોઈ તહેવાર પર  રજા મળે કે ના કોઈ પ્રસંગો માં હાજરી આપી શકાય છતા ડ્યુટી કરે છે અને સેવા આપે છે છતાં પણ પગાર આટલો ઓછો કેમ? શું એસ.ટી કર્મચારીને પરિવાર નથી? સામાજિક જવાબદારી નથી?  બીમાર નથી પડતા? બાળકોનું શિક્ષણ ,સામાજિક જવાબદારી, પ્રસંગો, જીવન જરૂરીયાત માટે વસ્તુઓ ખરીદવી પડતી નહીં હોય? કોઈ વાર વિચાર કરજો મગજ વિચારવાનું બંધ કરી જે છે. કર્મચારીઓને એમના હક ,લાભથી વંચિત કેમ રાખવામાં આવે છે?. 


ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો


રાજ્યના કર્મચારીઓ ફિક્સ પગારપ્રથા નાબૂદ કરવાની માગ કરી રહ્યા છે. તે માંગણી સરકાર પૂરી કરે તો વધારે સારૂ રહેશે. બંધારણમાં પણ ઉલ્લેખ છે કે, સમાન વેતન સમાન કાયદાનો નિયમ પણ છે, પરંતુ સરકાર તેને લાગુ કેમ નથી કરતી તે મોટો પ્રશ્ન છે, સરકારે આ નિયમ લાગુ કરવો જોઈએ અને આ બધી વસ્તુનું ધ્યાન રાખવો જોઈએ. તે ફિક્સ પેની નીતિ એ ગેરબંઘારણીય છે જે બીજા કોઈ રાજ્યમાં નથી, વળી સમાન કામ સમાન વેતનનો કાયદાનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકાર ગુજરાતના કર્મચારીઓ સાથે આવો અન્યાય શા માટે તે સૌથી મોટો પ્રશ્ન છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?