બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના થયા મોત! ઘટનાસ્થળ પર પોલીસે આવી તપાસ હાથ ધરી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-13 19:36:03

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક લોકો નદીમાં ન્હાવા જતા હોય છે. પરંતુ અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના બોટાદ શહેરમાં બની છે. કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા ગયેલા પાંચ લોકોના મોત ડૂબવાથી થયા છે. મળતી માહિતી અનુસાર બે લોકો ન્હાવા પડ્યા હતા. બે લોકો ડુબી રહ્યા હતા તેમને બચાવવા ત્રણ લોકો પડ્યા હતા. તમામે તમામ પાંચ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ગરમીથી રાહત મેળવવા તળાવમાં લોકો ન્હાવા પડે છે!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પાણીમાં ડુબવાથી લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના બોટાદથી સામે આવી છે. ગરમીથી રાહત મેળવવા લોકો પાણીનો સહારો લઈ રહ્યા છે. નદીમાં ન્હાવાનું લોકો પસંદ કરી રહ્યા છે. પરંતુ ક્યારેક આવી જગ્યાઓ જિંદગીમાં અંતિમ સ્થાન બની જતા હોય છે. 


પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી! 

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા યુવાનો તળાવમાં પડ્યા હતા. ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ લોકોના મોત ડુબવાથી થયા છે. પાંચ યુવાનોના મોતથી શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મૃત્યુ પામનાર યુવાનો મહંમદ નગર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.     



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...