કાર્યકાળને પાંચ વર્ષ બાકી હતા અને UPSCના ચેરમેન મનોજ સોનીએ આપી દીધું રાજીનામું! રાજીનામું આપ્યા પાછળ આ કારણ જવાબદાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-20 12:32:33

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે upscના અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા રાજીનામું આપતા અનેક સવાલો ઊભા થયા છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું છે. મળતી માહિતી મુજબ મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેમના રાજીનામનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે નહીં તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી. 2029માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. 

અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાની ચર્ચા

મનોજ સોનીનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો, જે પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. 2017માં મનોજ સોની UPSCના સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે 2023ના રોજ તેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. માનવામાં એવું આવે છે કે મનોજ સોની ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે. અને આ કારણે તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોવું જોઈએ..  


મનોજ સોનીને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે!

જોકે મનોજ સોનીના રાજીનામાનો મુદ્દો IAS પૂજા ખેડકર સાથે જોડાવામાં આવી રહ્યો છે પણ એવું નથી.. ડો.સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. 2005માં તેઓ દેશના સૌથી યુવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા. મનોજ સોની વડાપ્રધાન મોદીના નજીકના ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે મોદીએ સોનીને 2005માં વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમની નિમણૂંક સમયે સોનીની ઉંમર માત્ર 40 વર્ષની હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં જોડાતા પહેલા મનોજ સોની ત્રણ ટર્મ માટે ગુજરાતની બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.


રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂંક પર ઉઠાવ્યા હતા સવાલ 

થોડા સમય પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે સોનીની યુપીએસસી ચેરમેન તરીકે નિમણૂંકને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે સોનીને આરએસએસના નજીકના ગણાવ્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે મનોજ સોનીના અધ્યક્ષ બનવાનો અર્થ એ છે કે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે યુનિયન પ્રચારક સંઘ કમિશન બનશે. આ વાતની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે. તો હવે upscને નવા અધ્યક્ષ ક્યારે મળશે તે જોવાનું રહ્યું..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?