કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકી થઈ ઝિકા વાયરસથી સંક્રમિત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-13 10:54:32

દેશમાં કોરોના મહામારી ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહ્યું છે. ત્યારે હવે ઝિકા વાયરસ સરકારની ચિંતા વધારી શકે છે. કર્ણાટકમાં ઝિકા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષની બાળકી આ વાયરસની ઝપેટમાં આવી છે. ઝિકા વાયરસને લઈ ચિંતા ન કરવા સરકારે જણાવ્યું છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.


કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવી જાણકારી

કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. કોરોના સંક્રમણની સાથે-સાથે અલગ અલગ વેરિયન્ટે પણ દસ્તક આપી દીધી હતી. સરકાર દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઝિકા વાયરસની દેશમાં પગ વિસ્તારી રહ્યો છે. કર્ણાટકમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઝિકાથી સંક્રમિત થઈ છે.


અનેક રાજ્યોમાં નોંધાયા છે ઝિકાના કેસ  

કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાયપુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમામ પ્રકારના જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ 5 ડિસેમ્બરના રોજ ઝિકા વાયરસની પુષ્ટિ માટે 3 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ બાળકી પર ધ્યાન આપી રહ્યું છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કેરળ તેમજ ઉત્તર પ્રદેશમાં કેસ નોંધાયા છે. 




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.