Khedaમાં પાંચ લોકોના આયુર્વેદિક સિરપ પીધા પછી મોત થયા હોવાની આશંકા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-30 17:08:56

ગુજરાતમાં નશાનો કારોબાર સરેઆમ ચાલતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અનેક વખત ઝેરી દારૂએ લોકોના જીવ લીધા છે તો હવે એક નવું પીણું માર્કેટમાં આવ્યું છે જેના કારણે પાંચ લોકોના જીવ ગયા છે. સમગ્ર ગુજરાતમાં હાલ આની જ ચર્ચા ચાલી રહી છે. 

Kheda: Suspicious death of four persons in two days in Kheda district Kheda: ખેડાના નડિયાદમાં 48 કલાકમાં પાંચ શંકાસ્પદ મોતથી હાહાકાર, આયુર્વેદિક સિરપ પીધાની શંકા

ખેડામાં પાંચ લોકોના મોત રહસ્યમય પીણા પીધા બાદ થયા! 

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં બે દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે. મૃતકો નડિયાદના બિલોદરા અને બગડુ ગામના હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનાના કારણે પરિવારજનોના આસુ નથી રોકાઇ રહ્યા. ખેડામાં 5 લોકોના મોત થયા બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે. મળતી માહિતી અનુસાર, પોલીસે શંકાના આધારે 3 લોકોની અટકાયત કરી છે. જેમા એક કરિયાણાની દુકાનનો સંચાલક છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, નશીલી સિરપ અમદાવાદથી લાવીને વેચવામાં આવતી હતી. નશીલી સિરપ પર જે એડ્રેસ લખવામાં આવ્યું છે તે પણ ખોટું છે.

લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા પરંતુ... 

ખેડામાં નકલી એડ્રેસથી નશીલી સિરપનું ધૂમ વેચાણ થતું હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ અંગે એક મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું કે, ઘરે આવ્યા અને માથામાં દુખાવો થયો, પરેસેવો વળી ગયો, અને ત્યાર બાદ મોંમાંથી ફીણ આવી ગયા. જે બાદ દવાખાને લઈ ગયા જ્યાં ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. જે બાદ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.


સિરપની બોટલ ક્યાંથી આવી તે અંગે થઈ રહી છે તપાસ 

ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે બિલોદરા ગામમાં સિરપ પીનારા 50થી 55 લોકોની મેડિકલ તપાસ કરી છે. તમામની તબિયત હાલ સારી છે. આ અંગે ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે, આયુર્વેદિક સિરપના ઉત્પાદનમાં કોઈ ગડબડ થઈ હોય અને તેમાં મિથેનોલ ભળી ગયું હોય તેવી શક્યતા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કરિયાણાની દુકાન ધરાવનાર શખ્સ 100 રૂપિયામાં સિરપની બોટલ નડિયાદના વેપારી પાસેથી ખરીદતો હતો અને 130 રૂપિયામાં વેચતો હતો. નડિયાદનો વેપારી આ સિરપ ક્યાંથી લાવતો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. ખેડા એસપીનો દાવો છે કે ચાર લોકોનાં મોત થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરવામાં આવી નહોતી. પોલીસની જાણ બહાર 4 મૃતકોના પરિવારજનોએ અંતિમવિધિ પણ કરી નાખી હતી. જ્યારે પાંચમા વ્યક્તિનું મોત થયું ત્યારે પોલીસની સતર્કતાના કારણે અંતિમવિધિ થતા રહી ગઈ, તેના પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે. પોસ્ટમોર્ટમમાં મોતની સાચી હકીકત સામે આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?