અમેરિકાના કોલોરાડેના એક નાઈટ ક્લબમાં ગોળીબારી થઈ હતી. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ ગોળીબારીમાં 18 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કોલોરાડો પોલીસે ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી છે. આ વ્યક્તિને પકડીને પોલીસ પૂછપરછ કરી રહી છે. ગોળીબારી શનિવારે રાત્રે ક્લબમાં થઈ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
કોલોરાડો પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ઝડપ્યો
કોલોરાડો પોલીસને અડધી રાત્રે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ ગોળીબારી વિશે પોલીસને જાણ કરી હતી. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ક્લબમાં કોઈ વ્યક્તિ ગોળીબારી કરી રહ્યું છે. કોલોરાડો પોલીસને ગોળીબારીની જાણ થતાંની સાથે જ ક્લબ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કોલોરાડો પોલીસ આ ગોળીબારી મામલે ક્લબ બહારના તમામ સીસીટીવી વગેરે ચેક કરી રહ્યું છે. પોલીસે નાઈટ ક્લબ બહારના સુરક્ષા કર્મીઓ સાથે પણ વાતચીત કરી છે.