GCCI - NZBCCI વચ્ચે પ્રથમ MoU પર થયા હસ્તાક્ષર, સુધાંશુ મહેતા બન્યા NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-21 17:53:45

કોઈ પણ દેશની પ્રગતિ તેના વેપાર સાથે સંકળાયેલી હોય છે.. બીજા દેશો સાથે કરવામાં આવતો વેપાર તે દેશ માટે ઉન્નતિના દ્વાર ખોલે છે.. અનેક દેશો સાથે આપણો દેશ MoU કરતો હોય છે.. ભારતના પણ અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો છે... ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા..   NZBCCIના ચેરમેન તરીકે  GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..


ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન રહ્યા હતા ઉપસ્થિત!

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે આજે અમદાવાદ ખાતે પ્રથમ MoU પર હસ્તાક્ષર થયા છે. જ્યારે કોઈ MoU થાય છે ત્યારે બે દેશો વચ્ચે થતાં વ્યવહારને આર્થિક વેગ મળે છે.. બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બને છે. આ પ્રસંગે ઉપસ્થિત ન્યુઝિલેન્ડના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકાર વિવિધ સમુદાયોને સમર્થન આપવા અને બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધારવા માટે પ્રતિબદ્ધ છે.. 



શું કહ્યું સુધાંશુ મહેતાએ આ પ્રસંગે?

NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન સુધાંશુ મહેતાએ જણાવ્યું હતું કે ભારત શબ્દનો સમાવેશ NZBCCIના નામમાં ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. NZBCCIનો ઉદ્દેશ ટેક્નોલોજી, માળખાગત સુવિધા ને સ્થાયી ઉર્જા જેવા ક્ષેત્રોમં વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. GCCI સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર બંને સંસ્થાઓ વચ્ચેની સહયોગી ભાગીદારીને મજબૂત બનાવવાના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે.  NZBCCIના ચેરમેને જણાવ્યું કે તેમનો ઉદ્દેશ ભારત માટે ન્યુઝિલેન્ડના દરવાજા ખોલવાનો છે જે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેના સંબંધો નવી દિશામાં આગળ વધી રહ્યા છે અને તેઓ મજબૂત સંબંધો સ્થાપિત કરવા અને બંને દેશોને લાભદાયી વ્યવસાયિક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છે.




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...