લોકોનું કહેવું છે કે ગુજરાત આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અમુક ઘટનાઓ ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થાના લીરાં ઉડાડતી હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાળથર ગામમાં બે જૂથ વચ્ચે અંગત કારણોસર મારામારી થઈ હતી જેના પરિણામે ભાળથર ગામમાં ધોળા દિવસે બંદૂકની ગોળીઓ છૂટી હતી.
પોલીસની કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં
ભાળથર ગામના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો. આ બંને જૂથ વચ્ચે ધોકા અને પાઈપ વડે એકબીજા સામે ઝઘડો થયો હતો. બંને જૂથે ધોકા અને પાઈપ સાથે એકબીજા પર હુમલા કર્યા હતા. આ ઝઘડામાં બે રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યું હતું.
પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ભેગા કર્યા
મારામારી અને ફાયરિંગની ઘટના ઘટ્યા બાદ દ્વારકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલ્યા હતા. ફાયરિંગની ઘટના થયા બાદ ખંભાળિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હવે કસૂરવાર સામે કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહેશે.