Maharastraમાં બની ફાયરિંગની ઘટના, ઉદ્ધવ જૂથના નેતા પર કરાઈ ફાયરિંગ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-09 19:41:27

થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં ગોળી મારવાની ઘટના સામે આવી હતી. નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના ગઈકાલે ફરી બની હતી.  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકરની ગુરૂવાર સાંજે ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટના ફેસબુક લાઈવ દરમિયાન થઈ હતી. આ ઘટના મુંબઈના દહિસર વિસ્તારમાં બની હતી. એવી માહિતી સામે આવી છે કે આ હુમલામાં અભિષેક ઘોસાલકરને ત્રણ ગોળી વાગી છે. સારવાર હેઠળ જ્યારે નેતા હતા તે વખતે તેમનું નિધન થઈ ગયું છે અને તેવી માહિતી સામે આવી છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. 

ફેસબુક લાઈવ દરમિયાન કરાઈ ફાયરિંગ! 

હિંસાની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં ફાયરિંગની ઘટના બની છે તો મહારાષ્ટ્રમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર ગોળીબારી કરવામાં આવી હતી ગુરૂવાર રાત્રે. ફેસબુક લાઈવ દરમિયાન ફાયરિંગ કરાયું હતું.એવી માહિતી સામે આવી છે કે જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું તે વ્યક્તિએ પણ પોતાને ગોળી મારી દીધી છે. 


અભિષેકને વાગી 3 ગોળી !  

સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. મોટી સંખ્યામાં અભિષેક ઘોસાલકરના સમર્થકો હોસ્પિટલ બહાર આવી પહોંચ્યા હતા. મુંબઈના દહિસર વિસ્તારમાં ગુરુવાર સાંજે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જાણકારી અનુસાર, આ હુમલામાં અભિષેકને 3 ગોળી વાગી હતી. તેમના પર હુમલો કરનારા શખ્સનું નામ મોરિસ ભાઈ હોવાનું કહેવાય છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...