બિહારના બેતિયામાં મિરઝાપુરવાળી, ધાંય.. ધાંય.. ગોળીઓ છૂટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:23:24

બિહારના પશ્ચિમ પંચારણના બેતિયામાં ફાયરિંગની ઘટના ઘટી હતી જેમાં અપરાધીઓએ સાત લોકોને ગોળી મારી દીધી છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાત લોકોમાંથી અમુકની હાલત ગંભીર છે. 


મીરઝાપુર સિરીઝની જેમ ધાંય... ધાંય... ગોળીઓ છૂટી

બિહાર રાજ્યના અહીરૌલી ગામની આ ઘટના છે જેમાં 3 હથિયારબંધ અપરાધીઓએ ફાયરિંગ પર ફાયરિંગ કરીને સાત લોકોને ઘાયલ કરી દીધા હતા. અહરૌલીના રાજા બાબુ પટેલના ઘરમાં ઘુસીને આરોપીઓએ મીરઝાપુર સીરીઝની જેમ સાત લોકો પર ફાયરિંગ કર્યું હતું. 


અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું

આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ ભાગી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને પકડી લીધા હતા. લોકોએ આરોપીને પોલીસને સોંપ્યા હતા. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતની અંદર ત્રણ બંદૂકધારી શખ્સોએ 7 લોકોને ગોળીઓ મારી હતી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...