ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં હિંસક પ્રવૃત્તિઓ ઓછી જોવા મળતી. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતમાં પણ ફાયરિંગ જેવી ઘટનાઓ ખુલ્લેઆમ બની રહી છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને લાગે છે શાંત રહેતું ગુજરાત હવે અશાંતિ તરફ આગળ વધી રહ્યું છે. હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખુલ્લેઆમ ફાયરિંગ થાય છે, ખુલ્લેઆમ લોકોના મર્ડર થઈ રહ્યા છે. પોલીસનો ડર જાણે લોકોને છે જ નહીં તેવું લાગી રહ્યું છે.
वीडियो अहमदाबाद के "मणिनगर" का है!
फायरिंग हुई वहाँ से पुलिस स्टेशन महज 300 मीटर की दूरी पर है।@BJP4Gujarat सरकार में कानून व्यवस्था पूरी तरह ध्वस्त है। pic.twitter.com/lpn8pAcc9r
— Arjun Modhwadia (@arjunmodhwadia) August 16, 2023
બંદુકની નોક પર કરવી હતી ચોરી
वीडियो अहमदाबाद के "मणिनगर" का है!
फायरिंग हुई वहाँ से पुलिस स्टेशन महज 300 मीटर की दूरी पर है।@BJP4Gujarat सरकार में कानून व्यवस्था पूरी तरह ध्वस्त है। pic.twitter.com/lpn8pAcc9r
અમદાવાદ ધીરે ધીરે ક્રાઇમના એક એક લેવલ પાર કરતું જઈ રહ્યું છે. પહેલા ચોર રાત્રે આવીને ચોરી કરતા હતા, હવે ચોર ખુલ્લે આમ બંદૂક બતાવીને ચોરી કરી રહ્યા છે. જી હા આવી ઘટના અમદાવાદના મણિનગરમાં બની છે. મણિનગરમાં યુવક લોડેડ બંદૂક લઈને લૂંટ કરવા આવ્યો હતો. જાહેરમાં બંદૂક લોકોને બતાવી રહ્યો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કરી દીધો છે.
સ્થાનિકોએ બતાવી હિંમત અને ચોરને પકડી પોલીસને હવાલે કર્યો
ચોરીની કોશિશ કરનાર યુવકની મણિનગર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કાયદાનો ડર ના હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ એક યુવક હાથમાં બંદૂક લઈને જવેલર્સના શો રૂમને લૂંટવાનો પ્રયત્ન કરવા ગયો હતો. જાહેરમાં બંદૂક નીકળતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. આ યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો.
ચોરી કરે તે પહેલા જ પોલીસને હવાલે કરાયો ચોર
ઘટનાનો જે વીડિયોમાં સામે આવ્યો છે તેમાં દેખાય છે કે આ યુવક જાહેર રોડ ઉપર હાથમાં બંદૂક છે. જ્યારે તે બંદૂક કાઢે છે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને યુવકને પકડી લે છે અને પોલીસના હવાલે કરી દે છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં યુવકનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે લૂંટના ઈરાદે બંદૂક સાથે આવ્યો હતો. મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દીપક ઉનડકટે જણાવ્યું હતું કે, આ યુવક બે દિવસથી હોટલમાં રોકાયો હતો. લૂંટ કરવા લોડેડ બંદૂક લઇને આવ્યો હતો. ચોર ચોરી કરે તે પહેલા જ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. આ યુવક પાસે રહેલી બંદૂકને કબજે કરી લેવામાં આવી છે.
સ્થાનિકો દ્વારા બતાવવામાં આવેલી હિંમત પ્રશંસનીય
કેવું જોરદાર કહેવાય ને કે હવે તો ગુંડા અને લુટારાઓને કોઈનો ડર જ નથી રહ્યો. કાયદા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સતત વધતી ચોરીની ઘટનાને જોતા એવું લાગે કે ચોરી કરવીતો જાણે તેમના માટે રેગ્યુલર થઈ ગયું છે. આ તમામ ઘટનામાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરી બિરદાવવા જેવી છે. જાગૃત નાગરિક બની, હિંમત બતાવી ચોરીના ઈરાદે આવેલા ચોરને પકડી પાડ્યો છે.