ધોળા દિવસે ફાયરિંગ થવાની ઘટનાઓ આપણે અનેક વખત સાંભળી હોય છે પરંતુ ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં આજે ગોળીબારી થઈ છે. સાકેત કોર્ટથી સનસનીખેજ વારદાત સામે આવી છે. એક મહિલા પર ગોળી મારવા આવી હોવાની ઘટના સામે આવે છે. મળતી માહિતી અનુસાર આ મહિલા બયાન આપવા કોર્ટમાં પહોંચી હતી ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા પર હુમલો થતાં પોલીસે મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખસેડી હતી. દિલ્હીમાં આવી રીતે ફાયરિંગ થવાની ઘટના બનતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર હુમલાવર ઈજાગ્રસ્ત થયેલા પત્નીનો પતિ હતો.
દિલ્હીની સાકેત કોર્ટમાં બની ફાયરિંગની ઘટના
વિદેશથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આવી ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર દિલ્હીની સાકેત કોર્ટના પરિસરમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એવી માહિતી પણ મળી કે વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ યુવતીને ગોળી મારી દીધી હતી. કોર્ટમાં આટલી સુરક્ષા વ્યવસ્થા હોવાને કારણે કેવી રીતે મહિલા પર હુમલો થાય છે?
વકીલના વેશમાં આવેલા વ્યક્તિએ કર્યું ફાયરિંગ!
કોર્ટમાં મહિલા પોતાનું નિવેદન આપવા પહોંચ્યા હતા તે દરમિયાન આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મહિલા ઈજાગ્રસ્ત થતાં પોલીસની ગાડીમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એઈમ્સ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે કોર્ટમાં આટલી પોલીસ વ્યવસ્થા હોવા છતાંય કેવી રીતે એક વ્યક્તિ મહિલાને ગોળી મારી શકે? કોર્ટ પરિસરમાં કેવી રીતે કોઈ બંદૂક લઈને આવી શકે છે?