રાજ્યમાં બની આગ લાગવાની ઘટના, સુરતમાં આવેલા ગાડીના શોરૂમમાં લાગી ભીષણ આગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-27 10:19:18

આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. અનેક જગ્યાઓ પર ભીષણ આગ લાગી રહી છે જેને કારણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના સુરતમાં બની હતી. સુરતમાં આવેલા ગાડીના શો-રૂમમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના ગુરૂવાર રાત્રે બની હતી. ઉધના વિસ્તારમાં આવેલા શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમમાં ઉપસ્થિત કર્મચારીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.


ગાડીના શોરૂમમાં લાગી આગ 

રાજ્યમાં આગ લાગવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા બાઈકના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી ત્યારે ગુરૂવારે કારના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઉધના વિસ્તારમાં આગ લાગી હતી. પરંતુ રાહતની વાત એ છે કે શોરૂમમાં કામ કરતા કર્માચારીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. હુન્ડાઈના શોરૂમમાં આગ લાગતા અનેક ગાડીઓ બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.  


સતત વધતા આગ લાગવાના કિસ્સા 

થોડા સમય પહેલા અમદાવાદમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આગની ઘટનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. અમદાવાદમાં આવેલા ફર્નિચરના શોરૂમમાં આગ લાગી હતી. તે ઉપરાંત ઘરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે સિવાય બાઈકના શોરૂમમાં પણ આગ લાગી હતી. શોરૂમમાં રાખેલી બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા નુકસાન ભોગવાવો વારો આવે છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...