અમદાવાદ મણિનગર વિસ્તારમાં વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 12:16:46


અમદાવાદના મણિનગરમાં આવેલા એક જીમમાં આજે આગની ઘટના સામે આવી છે વેહલી સવારે આગની ઘટના બની છે . ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જીમમાં સુઈ રહેલા એક વ્યક્તિને ફાયર બ્રિગેડ દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભાગમાં પેનલ બોર્ડમાં ઓવરલોડના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.


જીમમાં એક વ્યક્તિ હોવાનીપણ માહિતી !!


મણિનગર કાંકરિયા રોડ પર પુષ્પકુંજ ચાર રસ્તા પાસે SFW જીમમાં આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડ કંટ્રોલને મળ્યો હતો. ફાયર અધિકારી સહિતની પાંચ જેટલી ગાડીઓ ત્યાં પહોંચી હતી જીમમાં આગ લાગી હતી અને જીમમાં એક વ્યક્તિ હોવાની જાણ થઈ હતી. જેથી એસ્ક્લેટરની મદદથી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મહેન્દ્ર નામના અંદર સૂઈ રહેલા યુવકને બહાર કાઢ્યો હતો.


તપાસ શરૂ .. 

હાલ આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી . ઘટનાની તપાસની કામગીરી પોલીસ અને  એફએસએલ દ્વારા કાર્યવાહી શરૂ થઈ ગઈ છે 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...