શાહીબાગમાં આવેલી ઓર્ચિડ ગ્રીન ફ્લેટ બિલ્ડીંગમાં આગ, આગમાં ફસાયેલ સગીરા મોતને ભેટી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-07 12:16:59

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર આગ લાગવાને કારણે લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે વહેલી સવારે શાહીબાગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. શાહીબાગ વિસ્તારના ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી જેમાં 5 વ્યક્તિઓ ફસાયા હતા. ઘરમાં ફસાયેલ 5 વ્યક્તિઓમાંથી 4 વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ સગીરા આગમાં ફસાઈ ગઈ હતી જેનું અંતે મોત થયું છે. 

એમ્બ્યુલન્સ સહિત 15 ગાડીઓ સ્થળ પર



આગમાં ફસાયેલી સગીરા



ફાયર બ્રિગેડની 15 ટીમોએ મેળવ્યો આગ પર કાબુ  

છેલ્લા અનેક દિવસોથી આગ લાગવાને કારણે લોકોને નુકસાન થાય છે ઉપરાંત અનેક લોકોના મોત પણ થતા હોય છે. થોડા દિવસો પહેલા શાહપુર વિસ્તારમાં આવેલા ઘરમાં આગ લાગી હતી જ્યારે એના થોડા દિવસો પહેલા મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ બંને આગની ઘટનામાં લોકોના મોત થયા છે.ત્યારે આજે શાહીબાગ વિસ્તારમાં આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 5 લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા. આગ લાગવાને કારણે 4 સભ્યો ઘરની બહાર નીકળી ગયા પરંતુ સગીરા અંદર ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું અને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત થઈ ગયું હતું.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?