Fire in Kuwait : કુવૈતના એક અપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 41 જેટલા લોકોના મોત થયા હોવાની ચર્ચા..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-12 16:40:51

આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અનેક લોકોના મોત આગ લાગવાને કારણે થતા હોય છે.. એક મોટી દુર્ઘટના કુવૈતમાં સર્જાઈ છે જેમાં અંદાજીત 41 લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે..જે લોકો મોતને ભેટ્યા છે તેમાં ચાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે ત્યાં શ્રમિકો રહેતા હતા.. આ આગ બુધવાર સવારે દક્ષિણ અહમદી પ્રાંતમાં આવેલા મંગાફ વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર રસોડામાં આ આગ લાગી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું..

Fire in Kuwait: कुवैत की इमारत में लगी भीषण आग, 41 लोगों की मौत; मृतकों में कई भारतीय भी शामिल


આગ લાગવાની દુર્ઘટનામાં થયા 40 જેટલા લોકોના મોત!

છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકોના મોત આગમાં હોમાઈ જવાને કારણે થયા છે. ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા એક અગ્નિકાંડ થયો હતો જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.. ગેમઝોનમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે એક મોટી દુર્ઘટના કુવૈતની એક બિલ્ડિંગમાં સર્જાઈ છે. આ આગમાં 41 જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં અનેક ભારતીયો પણ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઈજાગસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભારતના વિદેશમંત્રીએ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો.

બુધવાર સવારે કુવૈતની દક્ષિણી અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં આવેલી 6 માળ વાળી બિલ્ડીંગમાં આગ લાગી છે. જે બિલ્ડીંગમાં આ દુર્ઘટના સર્જાઈ છે તે બિલ્ડીંગમાં અંદાજીત 160 જેટલા લોકો રહે છે.. આ બિલ્ડીંગમાં શ્રમિકો રહે છે તેવી માહિતી સામે આવી છે... 41 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાને લઈ વિદેશ મંત્રી એસ.જયશંકર દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે આને લઈ ટ્વિટ કર્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?