ફટાકડાને કારણે આગ લાગવાના કિસ્સાઓ દિવાળી દરમિયાન અનેક વખત સામે આવ્યા છે. ફટાકડાની જ્વાળાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. દિવાળી વખતે ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહેસાણાના ઊંઝામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો.
ફુગ્ગામાં લાગી આગ!
ઊંઝામાં આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ફટકાડા ફોડતા દરમિયાન અચાનક ફટાકડાની જ્વાળાઓ ગેસના ફુગ્ગાને અડી જતા ફુગ્ગામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર મહેસાણાના ઊંઝામાં બ્રાહ્મણવાડામાં આજે ગણપતિ દાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવમાં કેટલીક યુવતીઓ ગેસના ફુગ્ગા પકડીને ઉભી હતી ત્યારે ફટાકડા ફોડતા દરમિયાન ફટકડાની જ્વાળાઓ હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાને અડી જતા એકસાથે ફુગ્ગાઓ ફુટતા ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 30 લોકો દાઝ્યા છે.